(Source: ECI/ABP News/ABP Majha)
IPL Auction 2022 Live Updates: ઓલરાઉન્ડર રાહુલ તેવટીયાને ગુજરાત ટાઇટન્સે 9 કરોડમાં ખરીદ્યો
IPL 2022 Mega Auction News & Highlights:આ મેગા ઓક્શન બેંગલુરુમાં યોજાશે. તેનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ દ્ધારા કરવામાં આવશે
LIVE
Background
IPL Mega Auction 2022: IPLની 15મી સીઝન માટે આજથી ભારતીય અને વિદેશી ખેલાડીઓની હરાજી શરૂ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સીઝન માટે ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI)ની આ છેલ્લી હરાજી હશે, કારણ કે તે તેને સમાપ્ત કરવાની યોજના ધરાવે છે. વાસ્તવમાં, મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓ તેમના કાયમી સંયોજન સાથે છેડછાડ કરવા માંગતા નથી, તેથી મેગા હરાજી છેલ્લી વખત યોજવામાં આવશે.
આજે સવારે 11 વાગ્યાથી મેગા ઓક્શનનો કાર્યક્રમ શરૂ થશે. આ વખતે હરાજી મોટા પાયે થશે, જેના કારણે હરાજી બે દિવસ (12 અને 13 ફેબ્રુઆરી) સુધી યોજાશે. આ વખતે કુલ 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. જેમાં 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ પહેલા તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ અને ડ્રાફ્ટમાં સામેલ ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી.
આ મેગા ઓક્શન બેંગલુરુમાં યોજાશે. તેનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ દ્ધારા કરવામાં આવશે. દર્શકો તેને ડિઝની-હોટસ્ટારની એપ્લિકેશન પર પણ લાઈવ જોઈ શકશે. હરાજી બપોરે 12 વાગ્યે શરૂ થશે.
હરાજી માર્કી ખેલાડીઓ પર બિડિંગ સાથે શરૂ થશે, આ યાદીમાં શ્રેયસ અય્યર, રવિચંદ્રન અશ્વિન, ક્વિન્ટન ડી કોક, મોહમ્મદ શમી, કાગિસો રબાડા, શિખર ધવન, ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, ટ્રેન્ટ બોલ્ટ, પેટ કમિન્સનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે અને ટીમો આ તમામ ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચી શકે છે.
હરાજીના પ્રથમ દિવસનો અંત
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સીઝનની હરાજીના પ્રથમ દિવસનો અંત આવ્યો છે. હવે આવતીકાલે બપોરે 12 વાગ્યાથી મેગા ઓક્શન શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ દિવસે સૌથી વધુ ખેલાડીઓ ખરીદ્યા હતા. ઈશાન કિશન આજે સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે અવેશ ખાન સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો. તેને લખનઉએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
અંકિત સિંહ રાજપૂતને લખનઉ 50 લાખમાં ખરીદ્યો
અંકિત સિંહ રાજપૂતને લખનઉ 50 લાખમાં ખરીદ્યો, તુષાર દેશપાંડને ચેન્નઈ સુપર કિંગ્સે 20 લાખમાં ખરીદ્યો
નૂર અહમદને ગુજરાત ટાઈટન્સે 30 લાખમાં ખરીદ્યો છે.
અવેશ ખાનને લખનઉની ટીમે 10 કરોડમાં ખરીદ્યો
ફાસ્ટ બોલર અવેશ ખાનને લખનઉની ટીમે 10 કરોડમાં ખરીદ્યો છે. અવે ખાનની બેઈઝ પ્રાઈઝ 20 લાખ રુપિયા છે.