IPL New Teams Bidding LIVE : IPLમાં અમદાવાદ અને લખનઉ બે નવી ટીમો, જાણો કોણે બિડ જીતી
IPL New Teams Bidding : આઇપીએલની નવી ટીમોની જાહેરાત માટે આજે હરાજી શરૂ થવા જઇ રહી છે, હાલમાં આઠ ટીમો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહી છે, હવે આ લિસ્ટમાં બે ટીમો નવી ઉમેરાશે,
LIVE
Background
IPL New Teams Bidding : આઇપીએલની નવી ટીમોની જાહેરાત માટે આજે હરાજી શરૂ થવા જઇ રહી છે, હાલમાં આઠ ટીમો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહી છે, હવે આ લિસ્ટમાં બે ટીમો નવી ઉમેરાશે, જેના માટે હરાજીની શરૂઆત થઇ ગઇ છે.
IPLમાં બે નવી ટીમો
આઈપીએલમાં બે નવી ટીમો
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજીવ ગોયન્કાની માલિકીની આરપીએસજી ગ્રુપે 7000 કરોડથી વધુની બોલીમાં લખનૌ ફ્રેન્ચાઈઝી માટે દાવો કર્યો છે. તે જ સમયે, CVC કેપિટલ પાર્ટનરને અમદાવાદની ફ્રેન્ચાઇઝી મળી છે.
IPLમાં અમદાવાદ અને લખનઉ બે નવી ટીમો
IPLમાં અમદાવાદ અને લખનઉ બે નવી ટીમો બનાવવામાં આવી છે. RPSG - લખનઉ ટીમ ખરીદી છે. જ્યારે CVC કેપિટલ્સ - 5,600 કરોડમાં અમદાબાદ ટીમ ખરીદી છે.
ટુંક સમયમાં થશે ટીમોની જાહેરાત
આઇપીએલની નવી ટીમોની જાહેરાત આગામી 30 મિનીટમાં થશે
.@IPL TEAM AUCTION: We shall know in approximately another 90 mins who the new owners are..will it be the obvious favourites or will it be a darkhorse (who walked in late to the party) joining one of the favourites? #IPL #IPL2022 #iplupdate #IPLAuction #IPLTeam
— Baidurjo Bhose (@bbhose) October 25, 2021
આજે સાંજે કે કાલે થશે ટીમોની જાહેરાત
બીસીસીઆઇ તમામ પાર્ટીઓની બોલીઓનુ ટેકનિકલ મૂલ્યાંકન કરી રહ્યું છે. મૂલ્યાંકન બાદ જે પાર્ટીઓના અરજી અમાન્ય રહેશે, તેમને બોલીથી બહાર કરી દેવામાં આવશે અને બાકી પાર્ટીઓના રશીદ ખોલવામાં આવશે. બોલી જીતનારી પાર્ટીઓની જાહેરાત આજે સાંજ સુધીમાં કે પછી કાલે થઇ શકે છે.