IPL Auction 2022: મેગા હરાજી પહેલા કઈ ફ્રેન્ચાઈઝીએ કયા ખેલાડીને કર્યા છે કરારબદ્ધ ? જુઓ લિસ્ટ
IPL Player Auction 2022: હરાજીમાં ખેલાડીઓને કરારબદ્ધ કરવા માટે બધી ફ્રેન્ચાઈઝીઓ કુલ મળીને 561.5 કરોડ રૂપિયાની ખર્ચ ક્ષમતા સાથે ઉતરશે.
IPL Auction 2022 News: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રિમીયર લીગની મેગા હરાજીનો આજે બેંગ્લોરમાં પ્રારંભ થશે. બે દિવસ ચાલનારી હરાજીમાં કુલ મળીને 600 ખેલાડીઓના ભાગ્યનો ફેંસલો થશે. આઇપીએલની આઠ ફ્રેન્ચાઈઝીઓની સાથે અમદાવાદ અને લખનઉની નવી ટીમોની થિંક ટેન્ક હરાજીમાં ભાગ લેશે. હરાજીમાં ખેલાડીઓને કરારબદ્ધ કરવા માટે બધી ફ્રેન્ચાઈઝીઓ કુલ મળીને 561.5 કરોડ રૂપિયાની ખર્ચ ક્ષમતા સાથે ઉતરશે. હવે આજે કોને જેકપોટ લાગે છે અને કોણ અનસોલ્ડ રહે છે, તેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે.
કેટલા વાગે શરૂ થસે હરાજી
આજે બેંગાલુરૂમાં બપોરે 12.00 વાગ્યાથી આઈપીએલની બે દિવસની હરાજીનો પ્રારંભ થશે. હરાજીની શરૂઆતમાં માર્કી પ્લેયર્સ પર બોલી લાદગશે. જે પછી અન્ય ખેલાડીઓને જુદા-જુદા સેટમાં હરાજીમાં મુકવામાં આવશે.
કઈ ફ્રેન્ચાઈઝીએ કયા ખેલાડીઓને કર્યા રિટને
ગુજરાત ટાઈટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ સહિતની ફ્રેન્ચાઈઝીએ અત્યાર સુધીમાં 33 ખેલાડી રિટેન કર્યા છે. જેમાં કેએલ રાહુલને રૂા. 17 કરોડ અને જાડેજા તથા પંત, રોહિતને 16 કરોડમાં લેવામાં આવ્યા છે.
- ચેન્નાઈ સુપર કિંગ્સ
- જાડેજા (16 કરોડ રૂા.), ધોની (12 કરોડ રૂા.), મોઈન અલી (8 કરોડ રૂા.) અને ગાયકવાડ (6 કરોડ રૂા.)
- દિલ્હી કેપિટલ્સ
- પંત (16 કરોડ રૂા.), અક્ષર પટેલ (9 કરોડ રૂા.), પૃથ્વી શૉ (7.5 કરોડ રૂા.) અને નોર્ટ્જે (6.5 કરોડ રૂા.)
- કોલકાતા નાઈટ રાઈડર્સ
- રસેલ (12 કરોડ રૂા.), ચક્રવર્થી (8 કરોડ રૂા.), વેંકટેશ ઐયર (8 કરોડ રૂા.), નારાયણ (6 કરોડ રૂા.)
- મુંબઈ ઈન્ડિયન્સ
- રોહિત શર્મા (16 કરોડ રૂા.), બુમરાહ (12 કરોડ રૂા.), સુર્યકુમાર (8 કરોડ રૂા.), પોલાર્ડ (6 કરોડ રૂા.)
- ગુજરાત ટાઈટન્સ
- હાર્દિક પંડયા ( 15 કરોડ રૂા. ), રાશિદ ખાન (15 કરોડ રૂા. ), શુબ્મન ગિલ (8 કરોડ રૂા)
- લખનઉ સુપર જાયન્ટ્સ
- કે. એલ. રાહુલ (17 કરોડ રૂા.), સ્ટોઈનીસ (9.2 કરોડ રૂા.), રવિ બિશ્નોઈ (4 કરોડ રૂા.)
- રાજસ્થાન રોયલ્સ
- સેમસન (14 કરોડ રૂા.), બટલર (10 કરોડ રૂા.), યશસ્વી જયસ્વાલ (4 કરોડ રૂા.)
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- કોહલી (15 કરોડ રૂા.), મેક્સવેલ (11 કરોડ રૂા.), સિરાજ (7 કરોડ રૂા.)
- સનરાઈઝર્સ હૈદરાબાદ
- વિલિયમસન (14 કરોડ રૂા.), સમદ (4 કરોડ રૂા.), મલિક (4 કરોડ રૂા.)
- પંજાબ કિંગ્સ
- અગ્રવાલ (12 કરોડ રૂા.), અર્ષદીપ (4 કરોડ રૂા.)
આ પણ વાંચોઃ IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત
🔊 Our website is now LIVE! 🤩 Follow the #TATAIPLAuction buzz on our Auction Centre 😀#IPL #IPL2022 pic.twitter.com/3kANQ1VhzI
— Gujarat Titans (@gujarat_titans) February 12, 2022