જસપ્રીત બુમરાહે રેકોર્ડની લાઈન લગાવી દિધી, મેલબોર્નમાં આવું કારનામુ કરનારો બીજો બોલર બન્યો
વર્ષ 2024 જસપ્રીત બુમરાહ માટે શાનદાર વર્ષ રહ્યું, જેમાં તે વર્ષની છેલ્લી મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરવામાં સફળ રહ્યો.
Jasprit Bumrah Record: વર્ષ 2024 જસપ્રીત બુમરાહ માટે શાનદાર વર્ષ રહ્યું, જેમાં તે વર્ષની છેલ્લી મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરવામાં સફળ રહ્યો. આ સાથે બુમરાહે ઘણા નવા રેકોર્ડ પણ બનાવ્યા જેમાં તે સૌથી ઓછી એવરેજ સાથે આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જસપ્રીત બુમરાહે તેની 200મી ટેસ્ટ વિકેટ તરીકે ટ્રેવિસ હેડની વિકેટ મેળવી હતી જે તેણે બોક્સિંગ-ડે ટેસ્ટ મેચના ચોથા દિવસે મેળવી હતી. બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરનાર ભારતનો છઠ્ઠો ફાસ્ટ બોલર પણ બન્યો છે અને તેણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 21મી સદીમાં એક વિશેષ સિદ્ધિ પણ હાંસલ કરી છે.
બુમરાહ ઘરની બહાર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો 5મો ભારતીય બોલર
અત્યાર સુધી ઘણા બોલરોએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી ટીમની જીતમાં યોગદાન આપ્યું છે, જ્યારે બુમરાહનું નામ પણ આ યાદીમાં સામેલ છે. જ્યારે જસપ્રિત બુમરાહનો વિદેશની ધરતી પર બોલ સાથે ખૂબ જ સારો રેકોર્ડ છે, તે હવે મોહમ્મદ શમીને પાછળ છોડી ગયો છે અને ભારત માટે ઘરથી બહાર ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે 5માં સ્થાને પહોંચી ગયો છે. બુમરાહે અત્યાર સુધીમાં 155 ટેસ્ટ વિકેટ વિદેશની ધરતી પર લીધી છે. આ યાદીમાં અનિલ કુંબલેનું નામ નંબર વન પર સામેલ છે.
ભારતીય બોલર જેણે સૌથી વધુ ટેસ્ટ વિકેટ વિદેશની ધરતી પર લીધી
અનિલ કુંબલે - 269 વિકેટ
કપિલ દેવ - 215 વિકેટ
ઝહીર ખાન - 207 વિકેટ
ઈશાંત શર્મા - 207 વિકેટ
જસપ્રીત બુમરાહ- અત્યાર સુધીમાં 155 વિકેટ
મોહમ્મદ શમી - 154 વિકેટ
બુમરાહ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારો બોલર બન્યો
અત્યાર સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત દ્વારા ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કપિલ દેવના નામે હતો, જેને જસપ્રીત બુમરાહે હવે તોડીને પોતાના નામે કરી લીધો છે. બુમરાહે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે કુલ 74 વિકેટ લીધી છે જ્યારે કપિલ દેવે કુલ 72 વિકેટ લીધી છે. આ સિવાય અનિલ કુંબલેના નામે 53 વિકેટ છે. આ સિવાય બુમરાહ ભારતના અશ્વિન બાદ સૌથી ઓછી મેચમાં 200 વિકેટ લેનારો બીજો બોલર છે.
મેલબોર્ન સ્ટેડિયમમાં આવું કરનાર બીજો બોલર બન્યો
જસપ્રીત બુમરાહ વર્ષ 2000 પછી અથવા 21મી સદીમાં મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 4 કે તેથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બન્યો છે. આ પહેલા વર્ષ 2008માં ડેલ સ્ટેને ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નના મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 5-5 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહે ચાલુ મેચની પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ઝડપી છે, તો બીજી ઈનિંગમાં પણ 4 વિકેટ ઝડપી છે.
કપિલ દેવ બાદ બુમરાહ આ મામલામાં બીજો ભારતીય ફાસ્ટ બોલર બન્યો
ટેસ્ટ શ્રેણીમાં 5 વખત એક ઇનિંગમાં ચાર કે તેથી વધુ વિકેટ ઝડપનાર જસપ્રીત બુમરાહ હવે આ સિદ્ધિ મેળવનાર ભારતનો બીજો ઝડપી બોલર બની ગયો છે, તેના પહેલા કપિલ દેવે વર્ષ 1979-80 માં પાકિસ્તાન સામે આ સિદ્ધિ મેળવી હતી. આ સિવાય કપિલ દેવે બે વખત એક ઇનિંગમાં ચાર કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે જ્યારે ઇરફાન પઠાણે ટેસ્ટ શ્રેણીમાં ચાર વખત ઇનિંગમાં ચાર કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ