ઝૂલન ગૌસ્વામીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, આ રેકોર્ડ બનાવનાર બીજી મહિલા ક્રિકેટર બની ઝૂલન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝૂલન ગૌસ્વામીએ ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં એક વધુ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝૂલન ગૌસ્વામીએ ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં એક વધુ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શનિવારે ઓસ્ટ્રેલિયા સામે મેચમાં રમવા માટે ઉતરતાં જ ઝૂલન 200 વનડે મેચ રમનાર બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. આ મેચ પહેલાં 200 વન ડે મેચ રમનાર ફક્ત એક જ મહિલા ક્રિકેટર હતી અને તે હતી ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ.
વનડેમાં 250 વિકેટનો રેકોર્ડઃ
આ પહેલાં ઝૂલને આ વર્લ્ડ કપના ગઈ મેચમાં વનડે ક્રિકેટમાં પોતાની 250 વિકેટ પૂરી કરી હતી. 250 વિકેટ લેનાર તે પહેલી મહિલા બોલર બની હતી. બીજી કોઈ મહિલા બોલર ઝૂલનના રેકોર્ડની આસપાસ પણ નથી. અત્યાર સુધી વિશ્વની કોઈ પણ મહિલા બોલરે 200 વિકેટ પણ નથી ઝડપી.
𝗔 𝗗𝗼𝘂𝗯𝗹𝗲 𝗧𝗼𝗻 𝗧𝗼 𝗖𝗵𝗲𝗿𝗶𝘀𝗵! 🙌 🙌
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
Congratulations to the legendary #TeamIndia pacer @JhulanG10 as she plays her 2⃣0⃣0⃣th WODI! 👏 👏 #CWC22 | #INDvAUS pic.twitter.com/jQvP25FwoX
આવું રહ્યું ઝૂલનનું ક્રિકેટ કેરિયરઃ
ઝૂલને 6 જાન્યુઆરી 2002ના રોજ ઈંગ્લેન્ડ સામે વનડે મેચમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તે ભારતીય મહિલા ટીમની નિયમિત ખેલાડી રહી છે. પોતાના 20 વર્ષના ઈન્ટરનેશનલ ક્રિકેટના કેરિયરમાં અત્યાર સુધી 350 વિકેટ ઝડપી ચુકી છે. વનડે મેચમાં તેણીએ રેકોર્ડ 250થી વધુ ક્રિકેટ ઝડપી છે. આ સાથે જ ઝૂલને ટેસ્ટ મેચમાં 44 અને ટી-20માં 56 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચોઃ