(Source: ECI/ABP News/ABP Majha)
Ukraine Russia War Live : રશિયા-યુક્રેન યુદ્ધ પુરૂ થશે?, રશિયન અધિકારીએ કહ્યું બંને દેશો સમાધાન નજીક પહોંચ્યા
Ukraine Russia War Live : ગયા મહિને 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુએસ અને બ્રિટન સહિત તમામ પશ્ચિમી દેશોની પ્રતિબંધોની ચેતવણીઓને નકારીને યુક્રેન પર હુમલો કર્યો.
LIVE
Background
Ukraine Russia War Live : ગયા મહિને 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુએસ અને બ્રિટન સહિત તમામ પશ્ચિમી દેશોની પ્રતિબંધોની ચેતવણીઓને નકારીને યુક્રેન પર હુમલો કર્યો. આજે રશિયા-યુક્રેન યુદ્ધનો 24મો દિવસ છે. યુદ્ધ દરમિયાન બ્રિટિશ સમાચાર એજન્સીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમના અહેવાલો અનુસાર લડાઈથી કંટાળીને, રશિયન સૈનિકોએ યુક્રેનિયન શસ્ત્રોથી પોતાને પગમાં ગોળી મારી હતી.
યુક્રેનના ગૃહમંત્રીનું ચોંકાવનારું નિવેદન
યુક્રેનના ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કીએ શુક્રવારે કહ્યું હતું કે દેશમાં રશિયન દળો દ્વારા ફેંકવામાં આવેલા બોમ્બ અને લેન્ડમાઈનનો વિસ્ફોટ થયો નથી તેને ડિફ્યુઝ કરવામાં વર્ષો લાગી જશે. કિવમાં 'એસોસિએટેડ પ્રેસ' સાથે વાત કરતા મોનાસ્ટીરસ્કીએ કહ્યું કે યુક્રેનને યુદ્ધના અંત પછી આ વિશાળ કાર્યને પાર પાડવા માટે પશ્ચિમી દેશોની મદદની જરૂર પડશે.
યુક્રેનમાં 816 નાગરિકોના મોત : UN
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર યુક્રેનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 816 નાગરિકોના મોત થયા છે. યુનાઇટેડ નેશન્સનો અંદાજ છે કે યુદ્ધની શરૂઆતથી લગભગ 6.5 મિલિયન લોકો યુક્રેનની અંદર વિસ્થાપિત થયા છે. બીજી તરફ યુક્રેનનું કહેવું છે કે રશિયાએ જે બોમ્બ છોડ્યા છે તેમાંથી ઘણા વિસ્ફોટ થયા નથી, તેને નિષ્ક્રિય કરવામાં વર્ષો લાગી જશે.
રશિયા-યુક્રેન બંને દેશો સમાધાન નજીક પહોંચ્યા
યુક્રેનિયન અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રહેલા રશિયન પ્રતિનિધિમંડળના વડાએ કહ્યું છે કે બંને પક્ષો યુક્રેનની તટસ્થ સ્થિતિ અંગેના કરારની નજીક ગયા છે. રશિયન પ્રતિનિધિમંડળના અધ્યક્ષ વ્લાદિમીર મેડિન્સકીએ શુક્રવારે કહ્યું હતું કે યુક્રેન સાથે નાટોમાં જોડાવાના અને તટસ્થ વલણ અપનાવવાના યુક્રેનના પ્રયાસ અંગેના મતભેદોને દૂર કરવા બંને પક્ષો સમાધાન નજીક જઈ રહ્યા છે.
રશિયન સૈનિકની વાતચીત રેકોર્ડ કરાતી હોવાનો દાવો
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સૈનિકની વાતચીત રેકોર્ડ કરવામાં આવી રહી છે. તે વાતચીતમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સૈનિકો કહી રહ્યા છે કે તેઓ 14 દિવસથી યુક્રેન પર ગોળીબાર કરી રહ્યા છે. યુક્રેનના લોકો ડરી ગયા છીએ. તેઓ યુક્રેનના લોકોના ખોરાકની ચોરી કરે છે, ઘરોમાં ઘૂસે છે અને નાગરિકોની હત્યા કરે છે.
રશિયન સૈનિકો યુક્રેનનો દારૂગોળો શોધી રહ્યા છે
ડેઈલી સ્ટારના અહેવાલો અનુસાર, રશિયન સૈનિકો તેમના ઘરે પાછા જવા માટે આકરા પગલા લેતા અચકાતા નથી. બેલારુસના મીડિયા આઉટલેટ NEXTA મુજબ, પુતિનના કેટલાક માણસો યુક્રેનનો દારૂગોળો શોધી રહ્યા છે જેથી તેઓને યુદ્ધમાં ન જવા માટે કારણ આપવા માટે પગમાં ગોળી મારી શકાય.