શોધખોળ કરો
Advertisement
કેએલ રાહુલ ટી20નો ઘાતક બેટ્સમેન, મને એક-બેવાર કર્યો'તો ટાર્ગેટ- IPLની જુની મેચ યાદ કરીને ગભરાયો આર્ચર
ઇંગ્લિશ બૉલર જોફ્રા આર્ચરે રાજસ્થાન રૉયલ્સના પોતાના ટીમમેટ ઇશ સોઢી સાથે એક લાઇવ ચેટમાં આવ્યો હતો, આ દરમિયાન તેને કેએલ રાહુને ટી20નો સૌથી ઘાતક બેટ્સમેન ગણાવી દીધો હતો
નવી દિલ્હીઃ દુનિયાભરમાં હાલ ક્રિકેટ બંધ છે, દરેક ખેલાડીઓ પોતપોતાના ફેન્સ સાથે લાઇવ ચેટ કરીને મસ્તી અને જુની વાતોને યાદ કરી રહ્યાં છે, ફેન્સના અવનવા પ્રશ્નોનો જવાબો આપી રહ્યાં છે. તાજેતરમાં જ જોફ્રા આર્ચરે આઇપીએલની યાદો ફેન્સ સાથે લાઇવ ચેટમાં શેર કરી હતી.
ઇંગ્લિશ બૉલર જોફ્રા આર્ચરે રાજસ્થાન રૉયલ્સના પોતાના ટીમમેટ ઇશ સોઢી સાથે એક લાઇવ ચેટમાં આવ્યો હતો, આ દરમિયાન તેને કેએલ રાહુને ટી20નો સૌથી ઘાતક બેટ્સમેન ગણાવી દીધો હતો.
કેએલ રાહુલ અને જોફ્રા આર્ચરની વચ્ચે આઇપીએલમાં કેટલીક મેચોમાં હેડ ટુ હેડ ટક્કર જોવા મળી હતી. કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા કેએલ રાહુલે વર્ષ 2018 અને 2019માં 659 અને 593 રન બનાવ્યા હતા. વળી ગયા વર્ષે તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા નંબરે રહ્યો હતો. અહીં તેને એક સદી અને 6 અડધી સદી ફટકારી હતી.
જોફ્રાએ આઇપીએલની યાદો તાજી કરતા કહ્યું કે, પંજાબ તરફથી રમતા તેને મને બે વાર ટાર્ગેટ હતો, હું તેને ટી20નો સૌથી ખતરનાક બેટ્સમેન માનુ છુ, આર્ચરે આ વાત લાઇવ ચેટમાં કહી હતી.
વર્ષ 2018ની આઇપીએલની 38મી મેચમાં બેટિંગ કરતા રાહુલે 54 બૉલમાં 84 રન બનાવ્યા હતા. રાહુલે આર્ચરને બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા, અને મેચ પુરી કરી દીધી હતી. રાહુલની બેટિંગના દમ પર પંજાબે આ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion