શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન ક્રિકેટ વિવાદોમાં, વધુ એક ખેલાડીએ બોર્ડ પર લગાવ્યા ગંભીર આરોપો, જાણો વિગતે
કામરાને કહ્યું કે હું ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છું, ટેસ્ટ અને ટી20માંથી બહાર રાખવો એકદમ ખોટુ છે. હુ એક બેટ્સમેન તરીકે રમી શકુ છું. મેથ્ય વેડની એવરેજ 18 થી 20ની વચ્ચે હતી અને તે વાપસી કરી ચૂક્યો છે. જ્યારે મે લગભગ 60ની એવરેજથી બેટિંગ કરી છે. હું કેમ વાપસી નથી કરી શકતો
રાવલપિંડીઃ પાકિસ્તાની બેટ્સમેન ઉમર અકમલ ફિક્સિંગ સાથે જાડાયેલા એક કેસના કારણે ત્રણ વર્ષનો બેન ઝીલી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલ એકવાર ફરીથી પોતાના નાના ભાઇના બચાવમાં ઉતર્યો છે. અકમલે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટના દિગ્ગજ આ પ્રતિભાશાળી બેટ્સમેનને સંભાળી ના શક્યા. આ ઉપરાંત કામરાને સારુ પ્રદર્શન કરવા છતાં ટીમમાં જગ્યા ના મળવા પર નારાજગી વ્યક્ત કરી છે.
ઉમર અકમલે કહ્યું કે મેદાનની બહાર પાકિસ્તાનના ખેલાડીઓ સાથે જોડાયેલા વિવાદ કોઇ નવી વાત નથી. તેને કહ્યુ કે મેદાનની બહાર નિર્ભર કરે છે કે તે આ વાતને કેવી રીતે લે છે. ઇન્ઝમામ ઉલ હકને જુઓ તેને કઇ રીતે અખ્તર, આસિફ અને આફ્રિદીને હેન્ડલ કર્યા હતા.. જો આવી જ રીતે ઉમર અકમલની સાથે કરવામાં આવતુ તો તે એક બેટ્સમેન તરીકે સામે આવતો.
કામરાને કહ્યું કે હું ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છું, ટેસ્ટ અને ટી20માંથી બહાર રાખવો એકદમ ખોટુ છે. હુ એક બેટ્સમેન તરીકે રમી શકુ છું. મેથ્ય વેડની એવરેજ 18 થી 20ની વચ્ચે હતી અને તે વાપસી કરી ચૂક્યો છે. જ્યારે મે લગભગ 60ની એવરેજથી બેટિંગ કરી છે. હું કેમ વાપસી નથી કરી શકતો.
2017માં છેલ્લીવાર કામરાન અકમલે પાકિસ્તાન માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી હતી. કામરાન અકમલે પાકિસ્તાન માટે 53 ટેસ્ચ મેચ, 157 વનડે, અને 58 ટી20 મેચ રમી છે. કામરાન અકમલે પીસીબીને સલાહ આપી છે કે માત્ર પીએસએલના આધાર પર ખેલાડીઓની પસંદગી ના કરવી જોઇએ કામરાનનુ માનવુ છે કે ઘરેલુ ક્રિકેટના આધાર પર પણ ખેલાડીઓને ટીમમાં જગ્યા મળવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion