શોધખોળ કરો
Advertisement
કપિલે રોહિતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગને કેમ ફગાવી દીધી, ટીમને શું નુકશાન થવાનો કર્યો દાવો, જાણો વિગતે
કપિલ દેવનુ માનવુ છે કે ટીમ ઇન્ડિયામાં અલગ અલગ કેપ્ટન રાખવા બરાબર નથી. ઉલ્લેખનીય છે કે હાલ વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરી રહ્યો છે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ કપિલ દેવે ટીમ ઇન્ડિયાની કેપ્ટનની રેસને લઇને ચાલી રહેલી ચર્ચામાં એક મોટુ નિવેદન આપ્યુ છે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વાર આઇપીએલ ટાઇટલ જીત્યુ આ પછી રોહિતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગ તેજ થઇ હતી. હવે કપિલ દેવનુ માનવુ છે કે ટીમ ઇન્ડિયામાં અલગ અલગ કેપ્ટન રાખવા બરાબર નથી. ઉલ્લેખનીય છે કે હાલ વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરી રહ્યો છે.
કપિલ દેવે સ્પષ્ટ કર્યુ કે ટીમ ઇન્ડિયામાં બે કેપ્ટન ના હોઇ શકે, કપિલે કહ્યું અમારી સંસ્કૃતિમાં આ પ્રકારે ના થઇ શકે. શું તમે એક કંપનીમાં તમે બે સીઇઓ રાખો છો? ના. જો કોહલી ટી20 રમી રહ્યો છે, અને તે સારો છે, તેને રાખવો જોઇએ. જોકે હું માનુ છુ કે અન્ય ખેલાડી પણ આગળ આવે, પરંતુ આ મુશ્કેલ છે.
ફાઇલ તસવીર
કપિલે કહ્યું ટેસ્ટ અને વનડેમાં અલગ અલગ કેપ્ટન બનાવવા યોગ્ય નથી, તેનાથી મોટી સમસ્યા ઉભી થશે. તેમને કહ્યું કે તમામ ફોર્મેટમાં આપણી 70 થી 80 ટકા ટીમ એકસરખી છે. તેમને અલગ અલગ વિચારો વાળા કેપ્ટન પસંદ નથી. જો તમે બે કેપ્ટન રાખશો તો ખેલાડી વિચારી શકે છે કે તે ટેસ્ટમાં મારો કેપ્ટન હશે, હું તેને નારાજ નહીં કરુ.
કપિલે બૉલિંગને લઇને પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમને પહેલો બૉલ ક્રોસ સીમ ના હોવો જોઇએ. કપિલે આ મામલે નટરાજનના વખાણ કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion