KKR vs PBKS: કોલકાતાની 6 વિકેટથી શાનદાર જીત, આંદ્રે રસેલની વિસ્ફોટક ઈનિંગ
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022 ની આઠમી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
LIVE
Background
KKR vs PBKS Playing 11: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022 ની આઠમી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બંને ટીમો એક-એક મેચ જીતીને આગળ વધી રહી છે. KKR અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે, જેમાં KKR 19 અને પંજાબ કિંગ્સે 10 મેચ જીતી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન: અજિંક્યે રહાણે, વેંકટેશ ઐયર, નીતીશ રાણા, શ્રેયસ ઐયર (સી), સેમ બિલિંગ્સ (WK), આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, શિવમ માવી અને વરુણ ચક્રવર્તી.
પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, લિયામ લિવિંગસ્ટોન, ભાનુકા રાજપક્ષે (WK), શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, રાજ બાવા, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા અને રાહુલ ચહર.
કોલકાતા નાઈટ રાઈડર્સની 6 વિકેટથી જીત
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પંજાબ કિંગ્સ (PBKS) ને છ વિકેટે હરાવ્યું. કોલકાતાની જીતનો હીરો આન્દ્રે રસેલ રહ્યો હતો જેણે 31 બોલમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 71 રન બનાવ્યા હતા.
પંજાબની આઠમી વિકેટ પડી
પંજાબની આઠમી વિકેટ પણ પડી છે. ઉમેશ યાદવે 15મી ઓવરના ચોથા બોલ પર રાહુલ ચહરને આઉટ કર્યો હતો. પંજાબની ટીમે 18 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 137 રન બનાવ્યા છે.
રાજપક્ષે આઉટ
રાજપક્ષે આક્રમણ ઈનિંગ રમતા માત્ર 9 બોલમાં 31 રન ફટકાર્યા હતા. બાદમાં તે શિવમ માવીની ઓવરમાં આઉટ થયો હતો. હાલ પંજાબની ટીમે 6.5 ઓવરમાં 56 રન બનાવ્યા છે. લિવિંગસ્ટોન અને રાજ બાવા હાલ રમતમાં છે.
ધવન 16 રન બનાવી આઉટ
પંજાબની શરુઆત નબળી થઈ છે. પંજાબની ટીમે 6 ઓવરમાં 62 રન બનાવી 3 વિકેટ ગુમાવી દિધી છે. શિખર ધવન 16 રન બનાવી આઉટ થયો છે.
પંજાબ કિંગ્સને પ્રથમ ઝટકો
પંજાબ કિંગ્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. કેપ્ટન મયંક અગ્રવાલ માત્ર 1 રન બનાવી આઉટ થઇ ગયો છે. પહેલી ઓવરના છેલ્લા બોલ પર ઉમેશ યાદવે તેને LBW આઉટ કર્યો હતો.