શોધખોળ કરો

KKR vs RCB: રોમાંચક મુકાબલામાં એક રનથી હાર્યું બેંગ્લુરુ, છેલ્લા બોલે કોલકાતાએ મારી બાજી

KKR vs RCB: IPL 2024 ની 36મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ને 1 રનથી હરાવ્યું. આ જીત સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગયું છે.

KKR vs RCB: કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 1 રનથી હરાવ્યું છે. KKRએ પ્રથમ રમતમાં 222 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બીજી તરફ લક્ષ્યનો પીછો કરતી વખતે RCBની શરૂઆત સારી રહી ન હતી કારણ કે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ચોથી ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. એક તરફ વિરાટે 18 રન બનાવ્યા અને ડુ પ્લેસિસે માત્ર 7 રન બનાવ્યા. દરમિયાન, વિલ જેક્સ અને રજત પાટીદાર વચ્ચે ત્રીજી વિકેટ માટે 102 રનની ધુઆંધાર ભાગીદારી આરસીબીને મેચમાં પાછી લાવી. બેંગલુરુ માટે વિલ જેક્સે 32 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં તેણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. તેના સિવાય પાટીદારે શાનદાર બેટિંગ કરી હતી અને 23 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન સુનીલ નરેને 13મી ઓવરમાં 2 વિકેટ લઈને મેચનો માર્ગ બદલી નાખ્યો હતો.

એક સમયે 11 ઓવર પછી આરસીબીનો સ્કોર 2 વિકેટે 137 રન હતો. પરંતુ પછીની 2 ઓવરમાં બેંગલુરુએ 4 મહત્વની વિકેટ ગુમાવી દીધી, જેના કારણે મેચ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. 13મી ઓવર બાદ ટીમ 6 વિકેટના નુકસાન પર 155 રન પર રમી રહી હતી. આવી સ્થિતિમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા દિનેશ કાર્તિક અને સુયશ પ્રભુદેસાઈએ જવાબદારી લીધી. ઇનિંગ્સનો બીજો ટાઈમ-આઉટ 16મી ઓવર પછી થયો, ત્યાં સુધીમાં આરસીબીનો સ્કોર 6 વિકેટે 181 રન હતો. તેમને હજુ 24 બોલમાં જીતવા માટે 42 રનની જરૂર હતી. સ્થિતિ એવી હતી કે છેલ્લી 2 ઓવરમાં RCBને જીતવા માટે 31 રનની જરૂર હતી, પરંતુ 19મી ઓવરમાં કાર્તિકના આઉટ થવાને કારણે બેંગલુરુની જીતની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. જ્યારે છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. કર્ણ શર્માએ મિચેલ સ્ટાર્કની ઓવરમાં 3 સિક્સર ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી, પરંતુ લોકી ફર્ગ્યુસન છેલ્લા બોલ પર રનઆઉટ થયો હતો, જેના કારણે RCBને 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

KKR બોલિંગ
આરસીબીને મોટા ટાર્ગેટનો પીછો કરવાનો હોવાથી ટીમ શરૂઆતથી જ 10થી વધુ રન રેટથી રમી રહી હતી. આવી સ્થિતિમાં કેકેઆરના બોલરોની ખરાબ રીતે ધોલાઈ કરવામાં આવી હતી. સુનીલ નરેન અને આન્દ્રે રસેલે સારી બોલિંગ કરી હતી. રસેલે 3 જ્યારે નરેને 2 વિકેટ ઝડપી હતી. નરૈને જ 13મી ઓવરમાં 2 વિકેટ લઈને KKRને મેચમાં પરત લાવ્યો હતો. લગભગ 25 કરોડ રૂપિયાની કિંમતનો બોલર મિશેલ સ્ટાર્ક પણ આ મેચમાં ચાલ્યો નહોતો, જેણે 3 ઓવરમાં 55 રન આપ્યા હતા પરંતુ તેણે છેલ્લી ઓવરમાં કર્ણ શર્માનો કેચ લઈને કોલકાતાને હારથી બચાવી હતી. તેમના સિવાય હર્ષિત રાણાએ પણ 2 અને વરુણ ચક્રવર્તીએ પણ 1 વિકેટ ઝડપી હતી.

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget