IPL 2022 Auction- જાણો અત્યાર સુધી Gujarat Titansએ કેટલા ખેલાડીઓ ખરીદ્યા, કોણ છે કૉચ ને મેન્ટર............
ગુજરાત ટાઇટન્સની ટીમ આ વખતે પહેલીવાર આઇપીએલ રમવા મેદાનમાં ઉતરશે. ગુજરાતી ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના ઘાતક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા
Gujarat Titans IPL 2022 Auction- ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી 2022ની સિઝન માટે આજે બેગ્લુરુંમાં હરાજી ચાલી રહી છે. તમામ ખેલાડીઓ દાંવ પર લાગ્યા છે. આ બધાની વચ્ચે આ વખતે આઇપીએલમાં એડ થયેલી બે નવી ટીમો પર સૌની નજર છે. આમાં પણ ગુજરાત ટાઇટન્સની ટીમ આ વખતે હાર્દિક પંડ્યાને કેપ્ટન પહેલાથી બનાવી ચૂકી છે. જાણો ગુજરાત ટાઇટન્સ ટીમ વિશે.
ગુજરાત ટાઇટન્સની ટીમ આ વખતે પહેલીવાર આઇપીએલ રમવા મેદાનમાં ઉતરશે. ગુજરાતી ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના ઘાતક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ વખતે ટીમને લીડ કરી રહ્યો છે. હરાજી પહેલા જ ટીમે ત્રણ ખેલાડીઓને પોતાની સાથે લઇ લીધા હતા. આમાં હાર્દિક પંડ્યા, શુભમન ગીલ અને રાશિદ ખાનનો સમાવેશ થાય છે. જાણો હવે કેવી છે હાલની ટીમ, કેટલા ખેલાડીઓની થઇ છે ખરીદીને અને કૉચ-મેન્ટર કોણ છે જાણો...........
Gujarat Titansના IPL 2022 Auctionના ખેલાડીઓ----
હાર્દિક પંડ્યા- 15 કરોડ રૂપિયા
રાશિદ ખાન- 15 કરોડ રૂપિયા
શુભમન ગીલ- 8 કરોડ રૂપિયા
મોહમ્મદ શમી- 6.15 કરોડ રૂપિયા
જેસન રૉય- 2 કરોડ રૂપિયા
દિગ્ગજો બન્યા કૉચ અને મેન્ટર -
ગુજરાત ટાઇટન્સની સાથી ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર આશીષ નેહરા કૉચ તરીકે જોડાયા છે. જ્યારે ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતાડનારા કૉચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર બનીને સાથે રહેશે. આ ઉપરાંત વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટ રહેશે.
ગુજરાત ટાઇટન્સના પર્સમાં કેટલી રકમ ?
ગુજરાત ટાઇટન્સ પાસે પણ 52 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે. હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન છે. IPLની આગામી સિઝન પહેલા બેંગલુરુમાં આજે મેગા ઓક્શન યોજાવાની છે. આ વખતે લીગમાં 10 ટીમો છે અને 590 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી છે. આઇપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ પહેલીવાર હરાજીમાં ઉતરી રહી છે, અને ફ્રેન્ચાઇઝીએ ફેન્સ પાસે સૂચનો માગ્યા છે કે કયા ખેલાડીને ખરીદવો જોઇએ.
આ પણ વાંચો---
BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર
Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો
PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?
માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર
IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત
Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન