માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર
New Launch Electric Scooter: ક્રેયોન મોટર્સે સ્નો પ્લસ ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યુ છે. તે ઓછી સ્પીડવાળું ઈલેક્ટ્રિક સ્કૂટર છે.
Electric Scooter Snow Plus Price & Range: Crayon Motors એ Snow+ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ એક લો સ્પીડ વાહન ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તેને ચલાવવાનો ખર્ચ પણ ઘણો ઓછો છે. કંપનીનો દાવો છે કે સ્નો+ માત્ર 14 પૈસા પ્રતિ કિલોમીટરના ખર્ચે ચાલી શકે છે. તેની કિંમત 64,000 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. નવું સ્નો+ સ્કૂટર ચાર રંગોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપની સ્કૂટર સાથે 2 વર્ષની વોરંટી આપશે.
કલર અને ડિઝાઇન
ફેરી રેડ, સનશાઈન યલો, ક્લાસિક ગ્રે અને સુપર વ્હાઇટ રંગમાં આ સ્કૂટર લોન્ચ કરાશે. નવા સ્નો + ઇલેક્ટ્રિક સ્કૂટરને વિન્ટેજ સ્કૂટરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. ક્રેયોન મોટર્સે જણાવ્યું હતું કે તે લાઇટ મોબિલિટીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સ્કૂટરમાં બ્રાઇટ કલર, ગોળ હેડલેમ્પ્સ અને રાઉન્ડ રીઅર-વ્યૂ મિરર્સ જેવા એલિમેંટ છે, જે તેને વિન્ટેજ લુક આપે છે.
ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી
Snow+ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 25 kmph છે. તેની સ્પીડ ઓછી હોવાને કારણે તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નહીં પડે. આ સાથે, તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહીં. તમે આ સ્કૂટરને રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વાપરી શકો છો
ફીચર્સ અને સ્પેસિફિકેશન
સ્કૂટરને 250 વોટની BLDC મોટર મળે છે. સ્કૂટરને ટ્યૂબલેસ ટાયર અને ડિસ્ક બ્રેક્સ મળે છે. તેમાં ડિજિટલ સ્પીડોમીટર, સેન્ટ્રલ લોકિંગ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, એન્ટી-થેફ્ટ મિકેનિઝમ અને નેવિગેશન (જીપીએસ) જેવા ફીચર્સ છે. ઈ-સ્કૂટરને 155 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે. જો કે, ડ્રાઇવિંગ રેન્જ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
કોની સાથે મુકાબલો
બજારમાં સ્નો પ્લસ હીરો ઇલેક્ટ્રિક ફ્લેશ, એમ્પીયર મેગ્નસ અને એવન ઇ સ્કૂટ જેવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ સાથે સ્પર્ધા કરી શકે છે. આ તમામની રેન્જ લગભગ 70 થી 80 કિમી છે અને તમામની શરૂઆતની કિંમત 50 હજાર રૂપિયાથી ઓછી છે.