Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે હાહાકાર મચી ગયો છે. લાખો લોકોના મોત થયા છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે હાહાકાર મચી ગયો છે. લાખો લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને સ્વસ્થ પણ થયા છે. પરંતુ અહીં અમે તમને એવા વ્યક્તિ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ શકે છે.
ડેઈલી સબાહ નામની વેબસાઈટના રિપોર્ટ અનુસાર તુર્કીનો એક વ્યક્તિ માત્ર 4-6 વખત જ નહીં પરંતુ કુલ 78 વખત કોરોના પોઝિટિવ આવ્યો છે. તમને કદાચ આના પર વિશ્વાસ નહીં થાય પણ આ મજાક નથી પણ હકીકત છે. તુર્કીમાં રહેતા આ વ્યક્તિનું નામ મુઝફ્ફર કાયસન છે. આ વ્યક્તિ છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં દાખલ છે.
જ્યારે પણ આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવે છે ત્યારે તે વિચારે છે કે તેનો રિપોર્ટ ક્યારે નેગેટીવ આવશે અને તે પોતાના ઘરે જશે. પરંતુ દરેક વખતે તેની આશા અધૂરી જ રહે છે. કોરોના પોઝિટિવ હોવાને કારણે તે વ્યક્તિને હજુ સુધી કોરોનાની રસી પણ મળી નથી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એક 56 વર્ષીય વ્યક્તિને કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદથી જ તે હોસ્પિટલમાં જ ક્વોરેન્ટાઇન છે. તેમાં કોરોનાના લક્ષણો દેખાવાનું બંધ થઈ ગયું છે પરંતુ રિપોર્ટ નેગેટિવ નથી આવી રહ્યો. કાયસનનું સોશિયલ લાઇફ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે. તે તેના કોઈપણ મિત્રોને મળી શકતો નથી. તે બારીમાંથી થોડે દૂરથી જ તેના પરિવારના સભ્યો સાથે વાત કરે છે.
Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો
કોરોના દર્દીઓને આગળ જતાં આ બિમારીનો કરવો પડી શકે છે સામનો, ના રાખશો બેદરકારી, જાણો વિગતે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
