કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાની પુત્રીએ કર્યું એલાનઃ મારા પિતા ચૂંટણી નહી જીતે ત્યાં સુધી લગ્ન નહીં કરૂં.......
કોંગ્રેસ પર ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓ આરોપો લગાવી જ રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં અંદરો અંદર પણ ઘમાસાણ જારી છે.

અમૃતસર : પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને મતદાનનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિધ્ધુની પુત્રી રાબિયા પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. રાબિયા સિધ્ધુ પોતાના પિતા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે આ દરમિયાન જાહેરાત કરી હતી કે, મારા પિતા ચૂંટણી ન જીતે ત્યાં સુધી હું લગ્ન નહીં કરૂં.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિધ્ધુઅને મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધુના પુત્રી રાબિયા સિધ્ધુ આ ચૂંટણી પ્રચાર દરમિયાન ચરણજીતસિંહ ચન્ની પર પણ પ્રહારો કર્યા હતા.
ચન્ની પર આડકતરો કટાક્ષ રાકરતાં રાબિયાએ કહ્યું હતું કે, ચન્નીના બેંક ખાતામાં 133 કરોડ રૂપિયા છે. જેના બેંક ખાતામાં કરોડો રૂપિયા છે એ કઈ રીતે ગરીબોની સેવા કરી શકે એવો સવાલ રાબિયાએ કર્યો હતો. સાથે સાથે તેમણે એવું પણ એલાન કર્યું હતું કે જ્યાં સુધી મારા પિતા સિધ્ધુ ચૂંટણી નહીં જીતે ત્યાં સુધી હું લગ્ન નહીં કરૂં.
તેમણે એવી પણ માગણી કરી હતી કે, ચન્નીના બેંક ખાતાંની તપાસ થવી જોઇએ. આ આરોપો એવા સમયે કરાયા છે કે જ્યારે કોંગ્રેસે ચન્નીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. સિદ્ધૂ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ છે. સિદ્ધૂ અને ચન્ની વચ્ચે સીએમ પદ માટે ખેંચતાણ ચાલી રહી છે.
બીજી તરફ ચન્નીના ભત્રિજા ભૂપિંદરની ગેરકાયદે રેત ખનના કેસમાં ધરપકડ કરાઇ છે. તેમને હવે 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જેને પગલે ભત્રિજાના કેસને કારણે પણ ચન્ની પર અનેક આરોપો થઇ રહ્યા છે. પંજાબમાં આગામી 20મી ફેબુ્રઆરીએ પંજાબમાં એક જ તબક્કામાં મતદાન છે. કોંગ્રેસ પર ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓ આરોપો લગાવી જ રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં અંદરો અંદર પણ ઘમાસાણ જારી છે.
આ પણ વાંચો---
BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર
Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો
PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?
માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર
IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત
Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
