શોધખોળ કરો
Advertisement
રમતના મેદાન પર જ નહીં સોશ્યલ મીડિયા પર પણ બધાનો મનગમતો કેપ્ટન છે વિરાટ, ઇન્સ્ટા પર કેટલા છે ફોલોઅર્સ, જાણો
ખરેખરમાં, બદલાતા સમયમાં લોકો રમતની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ જોડાયા છે. ખેલાડીઓ સોશ્યલ મીડિયા મારફતે પોતાના ફેન્સને અવારનવાર અપડેટ આપતા રહે છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો આજે 32મો જન્મદિવસ છે. વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર પોતાના આક્રમક અંદાજને લઇને ખુબ જાણીતો છે, સાથે આક્રમક બેટિંગ માટે પણ ઓળખાય છે. વિરાટે ક્રિકેટના મેદાન પર તો ઘણાબધા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ તમે જાણો છો સોશ્યલ મીડિયા પર પણ તેનો દબદબો છે. સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનારો ભારતીય કેપ્ટન છે.
ખરેખરમાં, બદલાતા સમયમાં લોકો રમતની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ જોડાયા છે. ખેલાડીઓ સોશ્યલ મીડિયા મારફતે પોતાના ફેન્સને અવારનવાર અપડેટ આપતા રહે છે.
હાલના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર ફોલો થનારો સૌથી સફળ કેપ્ટનમાંનો એક છે. વિરાટે વનડે ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 8000, 9000, 10000 અને 11000 રન બનાવ્યા છે, આ મામલે રેકોર્ડ તેના નામે છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીને 82.3 મિલિયન ફેન્સ ફોલો કરે છે. વિરાટ કોહલી ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર ફોલો થનારા લિસ્ટમાં પહેલા નંબર પર છે.
વિરાટ કોહલી બાદ ઇન્સ્ટાગ્રામ પર ફોલો થનારો ક્રિકેટ ટીમના કેપ્ટનના લિસ્ટમાં બીજા નંબર પર મેદાન પર સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનુ નામ છે. ઇન્સ્ટાગ્રામ પર મહેન્દ્ર સિંહ ધોનીને 30.3 મિલિયન ફેન્સ ફોલો કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement