Chetan Sharma: જાણો કોણ છે ચેતન શર્મા જેઓને સીનિયર સિલેક્શન કમિટીમાથી કાઢી મુકાયા, ડેબ્યૂ મેચમાં જ મચાવી હતી ધમાલ
ચેતન શર્માની અધ્યક્ષતા વાળી આખી સિલેક્શન કમિટીને જ તેમના પદ પરથી હટાવી દેવામાં આવી છે.
Chetan Sharma BCCI: બીસીસીઆઇ (BCCI)ની સીનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષ ચેતન શર્મા (Chetan Sharma) ને તેમના પદ પરથી બર્ખાસ્ત કરી દેવામા આવ્યા છે, ટી20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમની નિષ્ફળતા બાદથી જ ચેતન શર્મા પર તલવાર લટકી રહી હતી, ગયા શુક્રવારે બીસીસીઆઇએ એક મોટો ફેંસલો લેતા આખી સિલેક્શન કમિટીને જ બર્ખાસ્ત કરી દીધી છે. સાથે જ બીસીસીઆઇ તરફથી સિલેક્શન કમિટી માટે નવી અરજીઓ પણ શરૂ કરી દેવામા આવી છે, અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર છે.
ચેતન શર્માની અધ્યક્ષતા વાળી આખી સિલેક્શન કમિટીને જ તેમના પદ પરથી હટાવી દેવામાં આવી છે. આમાં ચેતન શર્મા (નૉર્થ ઝૉન), હરવિન્દર સિંહ (સેન્ટ્રલ ઝૉન), સનીલ જોશી (સાઉથ ઝૉન) અને દેબાશીષ મોહંતી (ઇસ્ટ ઝૉન) કુલ ચાર સભ્યો સામેલ હતા. ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની હાર ચેતન શર્મા માટે મુસીબત બની હતી. ચેતન શર્માના કાર્યકાળમાં ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ પણ ગુમાવી હતી. સીનિયર સિલેક્શન કમિટીની અધ્યક્ષતા કરનારા ચેતન શર્મા કોણ છે, જાણો છો તમે, જાણો.....
BCCI sacks Chetan Sharma-led senior national selection committee
— Press Trust of India (@PTI_News) November 18, 2022
17 વર્ષની ઉંમરમાં જ કર્યુ હતુ ડેબ્યૂ -
પંજાબના લુધિયાણામા જન્મેલા ચેતન શર્માએ માત્ર 17 વર્ષની ઉંમરમાં જ ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કરી લીધુ હતુ, તેમને પહેલી વનડે મેચ 07 ડિસેમ્બર, 1983માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમી હતી, તેમનો જન્મ 03 જાન્યુઆરી, 1966માં થયો હતો. ફાસ્ટ બૉલર ચેતન શર્માએ આના એક વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં પણ ડેબ્યૂ કરી લીધુ હતુ. તેમને પોતાનું ટેસ્ટ ડેબ્યૂ પાકિસ્તાન વિરુદ્ધ કર્યુ હતુ. તેમને પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપી લીધી હતી.
કેવી રહી ચેતન શર્માની કેરિયર -
ચેતન શર્માએ ઇન્ટરનેશનલ કેરિયરમાં કુલ 11 વર્ષ ક્રિકેટ રમી. આમાં તેમને 23 ટેસ્ટ મેચ રમી, જેમાં 35.45 ની એવરેજથી 61 વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત તેમને 65 વનડે મેચો રમી છે, અને 34.86 ની એવરેજથી 67 વિકેટો પોતાના નામે કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચેતન શર્મા 1983 વર્લ્ડકપ ટીમનો પણ ભાગ રહેલા યશપાલ શર્માનો ભત્રીજો છે