શોધખોળ કરો

Ind vs SL: ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી થયો કોરોના સંક્રમિત, બીજી ટી-20 સ્થગિત

Ind vs SL: ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી થયો કોરોના સંક્રમિત, બીજી ટી-20 સ્થગિત

Ind vs SL: ટીમ ઈન્ડિયાનો ખેલાડી કૃણાલ પંડ્યા કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી20 મેચ રમાવાની હતી પરંતુ તેને રદ કરવામાં આવી છે. 

કૃણાલ પંડ્યા કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે મેચને રદ કરવામાં આવી છે. આ સાથે જ ભારત અને શ્રીલંકાની ટીમો આઈસોલેશનમાં જતી રહી છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આ બીજો ટી 20 મુકાબલો હતો. પ્રથમ ટી20 મેચ જીતીને ટીમ ઇન્ડિયા ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે. 

પ્રથમ ટી-20માં ભારતની જીત

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 38 રને હાર આપી હતી.  મેચ જીતવા 165 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેતી શ્રીલંકાની ટીમ 18.3 ઓવરમાં 136 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. એક સમયે શ્રીલંકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર હતો અને ત્યાંથી તેઓ 126 રનમાં તંબુ ભેગા થઈ ગયા હતા. આામ શ્રીલંકાએ 36 રનમાં જ છેલ્લી સાત વિકેટ ગુમાવી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ચાર વિકેટ લીધી હતી. દિપક ચહરે બે વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વરૂણ ચક્રવર્તી, યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મળી હતી.

જો તમામ ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે, તો આ મેચ કાલે રમાઈ શકે છે. પરંતુ હાલ કંઈ પણ કહેવું ઉતાવશ ગણાશે. ભારતે પ્રથમ ટી20 મુકાબલામાં જીત નોંધાવી સીરીઝ પર લીડ મેળવી હતી, પરંતુ હવે આ સીરીઝ પર ખતરો મંડરાઈ રહ્યો છે. 

ટીમ ઈન્ડિયા 2016 પછી  વિરાટ-રોહિતની ગેરહાજરીમાં T-20 સિરીઝ રમવા ઉતરી છે. છેલ્લીવાર ઈન્ડિયન ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ઝીમ્બાબ્વે વિરુદ્ધ 3 મેચની T-20 સિરીઝ રમી હતી. જેમા કોહલી અને રોહિત બંને ટીમની પ્લેઇંગ-11માં સામેલ નહોતા. ઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં સામેલ નથી. બંને દિગ્ગજો અત્યારે ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટની સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે, જે 4 ઓગસ્ટથી શરૂ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

વિડિઓઝ

Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Embed widget