Lasith Malinga Retirement:શ્રીલંકાના આ દિગ્ગજ ક્રિકેટરે તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત, જાણો વિગત
Lasith Malinga Retirement: મલિંગાએ ટ્વિટ કરીને લખ્યું, હું હવે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છું. આગામી સમયમાં હું યુવા ક્રિકેટરો સાથે મારો અનુભવ શેર કરીશ
Lasith Malinga Retirement: ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારા શ્રીલંકાના સ્ટાર ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ મંગળવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. મલિંગા ટેસ્ટ અને વન ડેમાં પહેલાં જ સંન્યાસ લઈ ચુક્યો છે. મલિંગાએ સોશિયલ મીડિયા પર સંન્યાસની જાહેરાત કરી હતી.
મલિંગાએ ટ્વિટ કરીને લખ્યું, હું હવે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છું. મારી યાત્રા દરમિયાન સાથ આપનારા તમામ લોકોનો આભાર. આગામી સમયમાં હું યુવા ક્રિકેટરો સાથે મારો અનુભવ શેર કરીશ. ટૂંક સમયમાં જ મલિંગા કોચિંગની ભૂમિકામાં દેખાશે. મલિંગા ગત વર્ષથી ટી-20 ક્રિકેટથી દૂર છે. તેણે આઈપીએલ 2020માં પણ પોતાનું નામ પરત લઈ લીધું હતું.
કેવી છે મલિંગાની કરિયર
લસિથ મલિંગાએ 30 ટેસ્ટમાં 3.85ની સરેરાશથી 101 વિકેટ લીધી છે. જ્યારે 226 વન ડેમાં 338 વિકેટ તેના નામે બોલે છે. 84 ટી20 ઈન્ટરનેશનલમાં તેમે 107 વિકેટ લીધી છે. તે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી છે. જ્યારે આઈપીએલની 122 મેચમાં 170 વિકેટ તેણે લીધી છે.
મલિંગાના નામે છે આ વર્લ્ડ રેકોર્ડ
મલિંગાના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 5 વખતે હેટ્રિક લેવાનો વર્લ્ડ રેકોર્ડ છે. આ ઉપરાંત વન ડે અને ટી20 ઈન્ટરનેશનલમાં ચાર બોલમાં ચાર વિકેટ લેનારો તે એક માત્ર ખેલાડી છે. મલિંગાએ 2007ના ટી20 વર્લ્ડકપમાં પ્રથમ વખત હેટ્રિક લીધી હતી. જ્યારે 2011મા કેન્યા સામે અને ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં હેટ્રિક લીધી હતી. 2018માં તેણે બાંગ્લાદેશ સામે ટી20માં હેટ્રિક લીધી હતી. જ્યારે 2019માં ન્યૂઝિલેન્ડ સામે ચાર બોલમાં ચાર વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
"Today I decided I want to give 100% rest to my T20 bowling shoes."
— ICC (@ICC) September 14, 2021
Lasith Malinga has called time on his playing career 🌟