શોધખોળ કરો

Lendl Simmons Retirement: સ્ટોક્સ બાદ આ દિગ્ગજ ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત, ફેન્સને લાગ્યો ઝટકો

Lendl Simmons Retirement: વેસ્ટ ઈન્ડિઝના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર લેન્ડલ સિમોન્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વન ડે અને ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સિમોન્સની કારકિર્દી સારી રહી હતી.

Lendl Simmons Retirement: વેસ્ટ ઈન્ડિઝના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર લેન્ડલ સિમોન્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વન ડે અને ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સિમોન્સની કારકિર્દી સારી રહી હતી. તેના નિવૃત્તિના સમાચાર ત્રિનબગો નાઈટ રાઈડર્સે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આપ્યા હતા. સિમોન્સે વન ડે ક્રિકેટમાં 2 સદી અને 16 અડધી સદી ફટકારી છે. તેણે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.

સિમોન્સે વર્ષ 2006માં પાકિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝ માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તેણે 2007માં ટી20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ મેચ રમી હતી. સિમોન્સે 68 વનડેમાં 1958 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 16 અડધી સદી ફટકારી હતી. સિમોન્સે 68 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં 1527 રન  બનાવ્યા છે. જેમાં તેણે 9 અડધી સદી ફટકારી છે. તેણે 8 ટેસ્ટ મેચ પણ રમી છે.

કેરેબિયન ખેલાડી સિમોન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. તેણે આ લીગમાં 29 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેણે 1079 રન બનાવ્યા છે. સિમન્સે IPLમાં એક સદી અને 11 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 100 રન રહ્યો છે.

બેન સ્ટોક્સે વન ડે ઈન્ટરનેશલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે વન ડે ઈન્ટરનેશલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે તેની ODI કારકિર્દી દરમિયાન ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. સ્ટોક્સે વનડેમાં 3 સદી અને 21 અડધી સદી ફટકારવાની સાથે 74 વિકેટ ઝડપી છે. તો 2019ના વર્લ્ડ કપમાં બેન સ્ટોક્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બેન સ્ટોક્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, હું મંગળવારે ઈંગ્લેન્ડ માટે મારી છેલ્લી વનડે મેચ રમીશ. મેં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મારા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય રહ્યો છે. મેં ઈંગ્લેન્ડ માટે રમવાની દરેક મિનિટનો આનંદ માણ્યો છે. અમારી સફર શાનદાર રહી છે.”

ટેસ્ટ અને T20 ફોર્મેટમાં ધ્યાન આપીશઃ સ્ટોક્સ

બેન સ્ટોક્સે આગળ કહ્યું કે, "અહિંયા સુધી પહોંચવાનો નિર્ણય ઘણો મુશ્કેલી ભર્યો હતો. પરંતુ મેં આ ફોર્મટમાં મારું 100 ટકા પ્રદર્શન નથી આપી રહ્યો. ઈંગ્લેન્ડની જર્સી આ પ્રદર્શનથી વધુ સારું ડિઝર્વ કરે છે. આ ફોર્મેટ મારા માટે નથી રહ્યું. મારું શરીર પણ મારો સાથ નથી આપી રહ્યું. મને લાગે છે કે, હું કોઈ બીજા ખેલાડીનું સ્થાન લઈ રહ્યો છું. આ આગળ વધવાનો સમય છે." બેન સ્ટોક્સ હવે સંપુર્ણ ધ્યાન ટેસ્ટ ક્રિકેટમાં લગાવશે. સ્ટોક્સે આગળ કહ્યું કે, "મારી પાસે જે પણ સમય છે તે હવે હું ટેસ્ટ ક્રિકેટને જ આપીશ. આ સાથે મને લાગે છે કે, હું ટી20 ક્રિકેટ ઉપર પણ ધ્યાન લગાવી શકુ છું."

ઉલ્લેખનીય છે કે, બેન સ્ટોક્સે ઓગસ્ટ 2011માં આયરલેન્ડ સામે ડેબ્યૂ વનડે મેચ રમી હતી. આ પછી તેણે 104 મેચમાં 2919 રન બનાવ્યા છે. આ દરમિયાન સ્ટોક્સે 3 સદી અને 21 અડધી સદી ફટકારી હતી. તેણે આ ફોર્મેટમાં 74 વિકેટ લઈને પોતાનું ઓલરાઉન્ડર પ્રદર્શન આપ્યું છે. સ્ટોક્સનું વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 5 વિકેટ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Embed widget