શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનની આ પહેલી મહિલા ક્રિકેટર મારીના કરી રહી છે ટ્વિટર પર ટ્રેન્ડ, જાણો શું છે કારણ?
હાલના સમયે પાકિસ્તાનમાં ઘરેલી 20 લીગ નેશનલ ટી20 કપ રમાઇ રહ્યો છે. આમાં સીનિયર અને જુનીયર તમામ ક્રિકેટરો ભાગ લઇ રહ્યાં છે. બન્યુ એવુ કે કૉમેન્ટેટર મારીના ઇકબાલ મેચ પહેલા હાઇ હિલ્સ સેન્ડલ પહેરીને પીચ પર પહોંચી જેના કારણે તે ટ્રૉલ થઇ હતી
ઇસ્લામાબાદઃ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર અને હાલની પહેલી મહિલા કૉમેન્ટેટર બનેલી મારીના ઇકબાલ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. હાલના સમયે પાકિસ્તાનમાં ઘરેલી 20 લીગ નેશનલ ટી20 કપ રમાઇ રહ્યો છે. આમાં સીનિયર અને જુનીયર તમામ ક્રિકેટરો ભાગ લઇ રહ્યાં છે. બન્યુ એવુ કે કૉમેન્ટેટર મારીના ઇકબાલ મેચ પહેલા હાઇ હિલ્સ સેન્ડલ પહેરીને પીચ પર પહોંચી જેના કારણે તે ટ્રૉલ થઇ હતી.
ખરેખરમાં, સ્પૉર્ટ્સ પત્રકાર કાદિર ખ્વાઝાએ ટ્વીટ કર્યુ અને પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર દ્વારા હાઇ હિલ્સ પહેરીને પીચ પર આવવાને ખરાબ ગણાવ્યુ હતુ. દાદિર ખ્વાઝાએ ટ્વીટ કર્યુ- શું હીલ્સ સેન્ડલ્સ પહેરીને પીચ પર આમતેમ ફરવુ નિયમોની અંદર આવે છે. સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થયા બાદ મારીના ઇકબાલને જબરદસ્ત રીતે કાદિરને પાઠ ભણાવ્યો હતો. તેને આ વાતને લઇને ખુલાસો કર્યો હતો.
પાકિસ્તાનની પ્રથમ મહિલા કૉમેન્ટેટર મારીના ઇકબાલે જવાબ આપતા લખ્યું- પીચ પરથી પાછી આવીને તેને હીલ્સ સેન્ડલ પહેર્યા હતા. મારીના ઇકબાલે અધુરી માહિતી આપવા બદલ કાદિરને આડેહાથે લીધો હતો કે મને પણ ક્રિકેટના બધા નિયમો ખબર છે, હું પાકિસ્તાની ટીમ માટે રમી ચૂકી છુ, મને નિયમો વિશેની માહિતી છે. આમ મારીના ઇકબાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ચર્ચાનો વિષય બની હતી.
નોંધનીય છે કે મારીના ઇકબાલે પાકિસ્તાનની મહિલા ટીમ તરફથી 36 વનડે અને 42 ટી20 રમી ચૂકી છે. આ દરમિયાન તેને 436 અને ટી20માં 340 રન બનાવ્યા છે. વર્ષ 2017માં મારીનાએ પોતાની છેલ્લી મેચ રમી હતી, બાદમાં તે કૉમેન્ટેટર બની ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion