શોધખોળ કરો
Advertisement
IPL હરાજીના ઠીક પહેલા કયા સ્ટાર ખેલાડીએ પોતાનુ નામ પાછુ ખેંચી લેતા મુંબઇ, આરસીબી સહિતની ટીમો મુશ્કેલીમાં મુકાઇ, જાણો વિગતે
આ નિર્ણય તેને હરાજીની ઠીક પહેલા જ લીધો છે, જેના કારણે ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. ખાસ વાત છે કે માર્ક વુડ એ ખેલાડી છે જેના પર મુંબઇ, આરસીબી અને રાજસ્થાન સહિતની ઓછામાં ઓછી પાંચ ટીમોની નજર હતી
નવી દિલ્હીઃ આઇપીએલની 14મી સિઝન માટે ખેલાડીઓની હરાજી આજે થવાની છે. પરંતુ હરાજી પહેલા બોલી લગાવનારી ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર અને ફાસ્ટ બૉલર માર્ક વુડે હરાજીથીમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. આ નિર્ણય તેને હરાજીની ઠીક પહેલા જ લીધો છે, જેના કારણે ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. ખાસ વાત છે કે માર્ક વુડ એ ખેલાડી છે જેના પર મુંબઇ, આરસીબી અને રાજસ્થાન સહિતની ઓછામાં ઓછી પાંચ ટીમોની નજર હતી.
માર્ક વુડની હરાજીમાંથી પાછળ હટવાની જાણકારી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇને આપી છે. માર્ક વુડ આઇપીએલ રમવાની જગ્યાએ પરિવાર સાથે પોતાનો સમય વિતાવવા માંગે છે. માર્ક વુડ એક નાના બાળકનો પિતા છે, એટલા માટે તેને આઇપીએલને બદલે પોતાના પરિવારને પ્રાથમિતા આપવાનો ફેંસલો કર્યો છે.
આ વર્ષે માર્ક વુડે પોતાની બેઝ પ્રાઇસ બે કરોડ રૂપિયા રાખી હતી. ગયા વર્ષે માર્ક વુડ પર મુંબઇ ઇન્ડિયન્સની નજર હતી, પરંતુ માર્ક વુડે આઇપીએલ રમવાનો ઇનકાર કરી દીધો હતો. માર્ક વુડ 2018માં ચેન્નાઇ સુપર કિંગ્સનો ભાગ હતો. વુડે જોકે તે સિઝનમાં એક જ મેચ રમી હતી, જેમાં તેને ચાર ઓવરમાં 49 રન આપ્યા હતા.
(ફાઇલ તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement