શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પિન્ક બૉલથી ભારતની ટપોટપ વિકેટો ખેરવી શકે છે ઓસ્ટ્રેલિયાનો આ બૉલર, ઘાતક બૉલિંગનો વીડિયો વાયરલ
આમ તો સ્ટાર્ક વનડે સીરીઝમાં ભારતીય બેટ્સમેનો સામે ઝઝૂમતો દેખાયો હતો, પરંતુ પિન્ક બૉલથી તે વધુ ખતરનાક સાબિત થઇ શકે છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ગુરુવારથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે, આ ટેસ્ટ મેચ ડેનાઇટ ટેસ્ટ મેચ છે, અને ગુલાબી બૉલથી રમાવવાની છે. પિન્ક બૉલ ટેસ્ટમાં ભારત પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં રમી રહ્યુ છે, ત્યારે આ બધાની વચ્ચે મિશેલ સ્ટાર્કને એક ધાતક બૉલિંગનો સ્પેલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે ભારત માટે ખતરાનો સબક બની શકે છે.
આમ તો સ્ટાર્ક વનડે સીરીઝમાં ભારતીય બેટ્સમેનો સામે ઝઝૂમતો દેખાયો હતો, પરંતુ પિન્ક બૉલથી તે વધુ ખતરનાક સાબિત થઇ શકે છે.
(ફાઇલ તસવીર)
કેમકે પિન્ક બૉલના ઇતિહાસમાં સ્ટાર્ક સૌથી સફળ બૉલર છે. સ્ટાર્કે અત્યાર સુધી 7 ડેનાઇટ ટેસ્ટ રમી છે, અને તેમાં 19.23ની એવરેજથી 42 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત સ્ટાર્ક પિન્ક બૉલથી ત્રણ ઘરેલુ મેચ રમતા 17 વિકેટો ચટકાવી ચૂક્યો છે. આંકડા પ્રમાણે જોઇએ તો સ્ટાર્કે દરેક ટેસ્ટમાં છ વિકેટ ખેરવી છે. આના પરથી માની શકાય કે ભારત માટે પિન્ક બૉલથી ખતરનાક સાબિત થઇ શકે છે. આનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion