શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, સચિન બાદ આ પરાક્રમ કરનારી બની દુનિયાની બીજા નંબરની ક્રિકેટર, જાણો વિગતે
મિતાલી રાજ પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટનો ચોથો દાયકો રમી રહી છે. તેને 1999માં વનડે ક્રિકેટથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મુક્યો હતો. આની સાથે તે સૌથી લાંબી વનડે કેરિયરના મામલામાં દુનિયાના દિગ્ગજ શ્રીલંકાન ક્રિકેટર સનથ જયસૂર્યાથી આગળ નીકળી ગઇ છે
![મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, સચિન બાદ આ પરાક્રમ કરનારી બની દુનિયાની બીજા નંબરની ક્રિકેટર, જાણો વિગતે mithali raj became second longest odi career cricketer મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, સચિન બાદ આ પરાક્રમ કરનારી બની દુનિયાની બીજા નંબરની ક્રિકેટર, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/07182303/Mithali-Raj-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે સ્થગિત થઇ ગયેલી ક્રિકેટમાં ભારતીય મહિલા ક્રિકેટરે લગભગ એક વર્ષના લાંબા અંતરાલ બાદ ફરીથી વાપસી કરી છે. રવિવારે ભારત અને સાઉથ આફ્રિકા મહિલા ટીમો વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઇ, ભારતીય મહિલા ટીમ 364 દિવસ બાદ મેદાન પર ઉતરી. હાલ બન્ને ટીમો વચ્ચે અહીં પાંચ વનડે મેચોની સીરીઝ ચાલી રહી છે. આ મેચની સાથે જ મિતાલી રાજે એક મોટો રેકોર્ડ પોતાના નામ કરી લીધો છે.
મિતાલી રાજ પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટનો ચોથો દાયકો રમી રહી છે. તેને 1999માં વનડે ક્રિકેટથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મુક્યો હતો. આની સાથે તે સૌથી લાંબી વનડે કેરિયરના મામલામાં દુનિયાના દિગ્ગજ શ્રીલંકાન ક્રિકેટર સનથ જયસૂર્યાથી આગળ નીકળી ગઇ છે. મિતાલી રાજ સચિન તેંદુલકર બાદ સૌથી લાંબી વનડે કેરિયર વાળી દુનિયાની બીજા નંબરની ક્રિકેટર બની ગઇ છે.
(ફાઇલ તસવીર)
મિતાલીની ઉપલબ્ધિ....
સચિનની વનડે કેરિયર 22 વર્ષ 91 દિવસની રહી હતી. વળી મિતાલી રાજના વનડે કેરિયરને 21 વર્ષ 254 દિવસ થઇ ગયા છે. સૌથી લાંબી વનડે કેરિયર વાળા ક્રિકેટરના લિસ્ટમાં ત્રીજા નંબર પર સનથ જયસૂર્યા છે, જેની કેરિયર 21 વર્ષ 184 દિવસની રહી. 20 વર્ષ 272 દિવસની સાથે જાવેદ મિયાંદાદ ચૌથા નંબર પર અને 19 વર્ષ 337 દિવસ સાથે ક્રિકેટર ગેલ પાંચમા નંબર પર છે.
![મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, સચિન બાદ આ પરાક્રમ કરનારી બની દુનિયાની બીજા નંબરની ક્રિકેટર, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/07182253/Mithali-Raj-01-300x238.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)