Video: MS Dhoniના અંદાજમાં રિઝવાને ઈંગ્લેન્ડના બેટ્સમેનને આઉટ કર્યો, જુઓ વીડિયો
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટકીપિંગ માટે દુનિયાભરમાં પ્રશંસા થાય છે. વિકેટ પાછળ ધોનીની ચપળતા અને સ્ફુર્તીના દરેક લોકો દિવાના હતા.
Mohammad Rizwan Viral Video: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટકીપિંગ માટે દુનિયાભરમાં પ્રશંસા થાય છે. વિકેટ પાછળ ધોનીની ચપળતા અને સ્ફુર્તીના દરેક લોકો દિવાના હતા. તેથી જ વિશ્વ ક્રિકેટના ઘણા વિકેટકીપર ધોનીની જેમ વિકેટકીપિંગ કરવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને ધોનીની સ્ટાઈલમાં વિકેટ કીપિંગ કરતા ઈંગ્લેન્ડના બેટ્સમેનને પેવેલિયન મોકલી દીધો હતો. રિઝવાને જે ઝડપે ઈંગ્લેન્ડના બેટ્સમેનને પેવેલિયનમાં મોકલ્યો તે ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ધોનીની જેમ રિઝવાને પણ ચપળતા બતાવી
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી સાતમી અને છેલ્લી T20 મેચની 10મી ઓવરમાં ઇફ્તિકાર અહેમદ બોલિંગ કરી રહ્યો હતો. એ જ ઓવરના પાંચમા બોલ પર ઈંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટના બેટની કિનારી પર અથડાઈને બોલ જમીન પર ટપ્પો પડીને વિકેટની પાછળ ઉભેલા મોહમ્મદ રિઝવાના હાથમાં આવ્યો હતો. આ દરમિયાન બેન ડકેટ પીચની બહાર નીકળી ગયો હતો. જો કે, રિઝવાને ક્ષણની પણ રાહ જોયા વગર બોલને એક હાથે પકડીને સ્ટમ્પ પર ફેંક્યો હતો. આમ ઈંગ્લેન્ડનો બેટ્સમેન ડકેટ રનઆઉટ થયો હતો અને તેને પેવેલિયન પરથ ફરવું પડ્યું હતું.
રિઝવાને બેન ડકેટને જે બુદ્ધિમત્તા અને ઝડપથી પેવેલિયનમાં મોકલ્યો તે જોઈને ક્રિકેટ ફેન્સને ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી હતી. મોહમ્મદ રિઝવાને જે રીતે બેનને આઉટ કર્યો તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો.
"Hands Like Lightning" #Rizwan ❤ pic.twitter.com/BTFDKkFaIz
— Sachal Dars (@Sachal_Suhrab) October 2, 2022
ખુશદિલ વિરુદ્ધ દર્શકોએ લગાવ્યા નારાઃ
પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામે રમાયેલી સાત મેચની T20I સિરીઝ હારી ગયું છે. આ સિરીઝની છેલ્લી મેચ 2 ઓક્ટોબર, રવિવારના રોજ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનના મિડલ ઓર્ડર બેટ્સમેન ખુશદિલ શાહના આઉટ થયા બાદ મેદાન પર પર્ચી... પર્ચી... ના નારા લાગ્યા હતા. આ અંતિમ નિર્ણાયક મેચમાં ખુશદિલ શાહ 25 બોલમાં 27 રનની ધીમી ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. પર્ચીના નારા લગાવીને પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ ખુશદીલ પર લાગવગ કરીને ટીમમાં પહોંચ્યાનો આરોપ લગાવી રહ્યા હતા.