Mohammed Shami: વર્લ્ડ કપમાં 7 વિકેટ લઈને શમીએ રચ્યો ઈતિહાસ, બિન્નીને છોડ્યા પાછળ
Mohammed Shami: ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. રોહિત શર્માની ટીમે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. વાનખેડેમાં રમાયેલી આ મેચમાં ભારતે 70 રને જીત મેળવી હતી.
Mohammed Shami: ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. રોહિત શર્માની ટીમે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. વાનખેડેમાં રમાયેલી આ મેચમાં ભારતે 70 રને જીત મેળવી હતી. ફાઈનલ અમદાવાદમાં રમાવાની છે અને ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્રેલિયામાંથી કોઈ એક સાથે થશે. મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે સાત વિકેટ લઈને, તેણે ODI વર્લ્ડ કપમાં ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ ફિગર હાંસલ કર્યા છે. શમીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
The star of the night - Mohd. Shami bags the Player of the Match Award for his incredible seven-wicket haul 🫡
— BCCI (@BCCI) November 15, 2023
Scorecard ▶️ https://t.co/FnuIu53xGu#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/KEMLb8a7u6
ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલમાં રેકોર્ડબ્રેક સાત વિકેટ ઝડપીને, મોહમ્મદ શમીએ માત્ર ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચાડી જ નથી પહોંચાડી પરંતુ ICC ODI ટૂર્નામેન્ટના ઇતિહાસમાં નોકઆઉટ મેચમાં સાત વિકેટ લેનાર પ્રથમ બોલર પણ બન્યો છે. ઉપરાંત, શમી એક ODI મેચમાં સાત વિકેટ લેનારો ભારતનો પ્રથમ બોલર બન્યો છે.
શમીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો
મોહમ્મદ શમી ભારત માટે વનડેમાં સાત વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો છે. તેણે સ્ટુઅર્ટ બિન્નીના ODIમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ તોડ્યો હતો. બિન્નીએ 2014માં બાંગ્લાદેશ સામે મીરપુરમાં ચાર રન આપીને છ વિકેટ લીધી હતી. શમી વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય બોલર પણ બન્યો હતો. તેણે આશિષ નેહરાને પાછળ છોડી દીધો. નેહરાએ 2003માં ડરબનમાં ઈંગ્લેન્ડ સામે 23 રન આપીને છ વિકેટ લીધી હતી.
સ્ટાર્કને છોડ્યો પાછળ
મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં 795 બોલ ફેંકીને 50 વિકેટ ઝડપી હતી. તે સૌથી ઓછા બોલમાં 50 વિકેટ લેનારો બોલર બન્યો હતો. તેણે આ મામલે મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો હતો. સ્ટાર્કે 941 બોલમાં 50 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મલિંગાએ 1187 બોલ, ગ્લેન મેકગ્રાએ 1540 બોલ અને ટ્રેન્ટ બોલ્ટે 1543 બોલ ફેંક્યા હતા.
મોહમ્મદ શમીએ આ ટૂર્નામેન્ટમાં ત્રણ વખત 5-5 વિકેટ લઈને ODI વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પૂરી કરી છે. તે આવું કરનાર પ્રથમ ભારતીય બોલર પણ બની ગયો છે. શમીએ માત્ર 17 વર્લ્ડ કપ વનડે રમીને 51 વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે આ ચોથી વખત છે જ્યારે શમીએ વર્લ્ડ કપ ODIમાં 5 વિકેટ લીધી હોય.