(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AFG: રોહિત શર્માએ વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ, જાણો ક્યા મામલે હિટમેન બન્યો નંબર વન
Most Runs As Indian Captain In T20: રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 મેચમાં તોફાની સદી ફટકારી હતી. ભારતીય કેપ્ટને 69 બોલમાં 121 રનની ઇનિંગ રમી હતી.
Most Runs As Indian Captain In T20: રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 મેચમાં તોફાની સદી ફટકારી હતી. ભારતીય કેપ્ટને 69 બોલમાં 121 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની સદીની ઇનિંગ્સમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 212 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જોકે, એક સમયે ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી હતી, તેણે 22 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ રોહિત શર્મા અને રિંકુ સિંહ વચ્ચેની શાનદાર ઈનિંગ્સે ટીમ ઈન્ડિયાના સ્કોરને 200 રનથી આગળ લઈ ગયો હતો.
રોહિત શર્માએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો...
આ સાથે જ રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં, કેપ્ટન તરીકે, રોહિત શર્મા T20 ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ ટી20 ફોર્મેટમાં ભારતના કેપ્ટન તરીકે 1572 રન બનાવ્યા છે. પહેલા વિરાટ કોહલી ટોપ પર હતો, પરંતુ હવે રોહિત શર્માએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ ભારતના કેપ્ટન તરીકે 1570 રન બનાવ્યા છે. પરંતુ હવે વિરાટ કોહલી બીજા સ્થાને સરકી ગયો છે, જ્યારે રોહિત શર્મા ટોચ પર છે.
આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની ક્યાં છે...
રોહિત શર્મા અને વિરાટ કોહલી પછી આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા સ્થાને છે. કેપ્ટન તરીકે, મહેન્દ્ર સિંહ ધોની T20 ફોર્મેટમાં ભારત માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. કેપ્ટન કૂલે ટી20 ફોર્મેટમાં ભારતના કેપ્ટન તરીકે 1112 રન બનાવ્યા હતા. જોકે, રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 મેચમાં સદી ફટકારી હતી. રોહિત શર્માની T20 ઈન્ટરનેશનલ કરિયરની આ પાંચમી સદી છે. T20 ઈન્ટરનેશનલ મેચોમાં રોહિત શર્માથી વધુ સદી અન્ય કોઈ બેટ્સમેને ફટકારી નથી.
T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સદી
સદી ફટકારવાની સાથે જ રોહિત શર્માએ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો. રોહિતની ટી20 ઈન્ટરનેશલમાં આ 5મી સદી હતી.
- 5 રોહિત શર્મા, ભારત
- 4 સૂર્યકુમાર યાદવ, ભારત
- 4 ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા
T20I માં ભારત માટે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
- 126* શુભમન ગિલ વિ ન્યુઝીલેન્ડ, અમદાવાદ 2023
- 123* રૂતુરાજ ગાયકવાડ વિ ઓસ્ટ્રેલિયા, ગુવાહાટી 2023
- 122* વિરાટ કોહલી વિ અફઘાનિસ્તાન, દુબઈ 2022
- 121* રોહિત શર્મા વિ અફઘાનિસ્તાન, બેંગલુરુ 2024