MS Dhoni Suresh Raina: 'દેશથી પહેલા ધોની માટે રમ્યો.....', સુરેશ રૈનાએ હવે ખોલ્યુ પોતાના સંન્યાસનુ રાજ
સુરેશ રૈનાએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2018માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી વનડે સીરીઝમાં રમી હતી.

Suresh Raine, MS Dhoni: 15 ઓગસ્ટ, 2020નો દિવસ કોઇપણ ભારતીય ક્રિકેટ ફેન્સ નહીં ભૂલી શકે, સ્વતંત્રતા દિવસની સાંજે ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંનો એક ભારતીય વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાના સંન્યાસનુ એલાન કરી દીધુ હતુ, ક્રિકેટના ફેન્સ તેના આ ફેંસલાને જાણી પણ નહતા શક્યા અને ત્યાં જ બીજા સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ પણ સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.
સુરેશ રૈનાની ઉંમર તે સમયે 33 વર્ષની હતી, જોકે ભારતીય ટીમમાંથી તે આ પહેલા લાંબા સમયથી બહાર હતો, પરંતુ તે ધોનીની સાથે તે જ સમયે ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમનો એક મુખ્ય ભાગ હતો. સુરેશ રૈનાએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2018માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી વનડે સીરીઝમાં રમી હતી.
હવે સુરેશ રૈનાએ ધોનીના ઠીક થોડી જ વારમાં પોતાના આંતરરાષ્ટ્રીય સંન્યાસ લેવાના નિર્ણયનું કારણ બતાવ્યુ છે. રૈનાએ સ્પૉર્ટ્સ તક સાથે વાત કરતા કહ્યું કે, અમે સાથે ક્રિકેટ રમી છે, હું ખુદને એ મામલામાં ભાગ્યશાળી માનુ છું કે, મને ધોનીની સાથે ભારત અને ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે રમવાનો મોકો મળ્યો.
રૈનાએ આગળ કહ્યું કે, હું ગાઝિયાબાદથી આવુ છે, અને ધોની રાંચીથી, હું પહેલા ધોની માટે રમતો હતો, અને તે પછી દેશ માટે. અમે સાથે કેટલીય ફાઇનલ મહત્વની મેચો રમી છે. જેમાં વર્લ્ડકપથી લઇને આઇપીએલ સુધી સામેલ છે. તે એક શાનદાર લીડર હોવાની સાથે સાથે એક સારો માણસ પણ છે.
સુરેશ રૈનાની કેરિયર -
વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
