શોધખોળ કરો

MS Dhoni Cricket Academy: ગુજરાતમાં મહેંદ્ર સિંહ ધોનીએ શરુ કરી બીજી ક્રિકેટ એકેડમી, જાણો કોની સાથે કર્યું કોલેબ્રેશન

પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીએ ગુજરાતમાં પોતાની બીજી ક્રિકેટ એકેડમી શરુ કરી દિધી છે. એમએસ ધોનીએ આ એકેડમી રાજકોટમાં શરુ કરી છે.

MS Dhoni Cricket Academy In Rajkot: પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીએ ગુજરાતમાં પોતાની બીજી ક્રિકેટ એકેડમી શરુ કરી દિધી છે. એમએસ ધોનીએ આ એકેડમી રાજકોટમાં શરુ કરી છે. આ એકેડમી માટે તેણે રાજકોટ શહેરની ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ સાથે કોલેબ્રેશન કર્યું છે. ગુરુવારે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ધોનીના સ્પોર્ટ્સ ટીચર અને બાળપણના કોચ કેશવ રંજન બેનર્જીએ કહ્યું, તેમનો ઉદેશ્ય પ્રતિભાશાળી બાળકોને ઉત્તમ કોચિંગ અને સલાહ આપવાનું છે. 

આ એકેડમી સાથે રાજકોટ ગુજરાતનું બીજુ શહેર બની ગયું છે જ્યાં મહેંદ્ર સિંહ ધોનીની ક્રિકેટ એકેડમી છે. મહેંદ્ર સિંહ ધોનીએ આ પહેલા ક્રિકેટ એકેડમી અમદાવાદમાં 2021માં શરુ કરી હતી. ત્યારે તેણે શ્રી એન્ટરપ્રાઈઝ સાથે કોલેબ્રેશન કર્યું હતું.  શ્રી એન્ટરપ્રાઈઝ પાસે ધોની ક્રિકેટ એકેડમીની ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ છે. મહેંદ્ર સિંહ ધોની ક્રિકેટ એકેડમી મહેસાણાના વિસનગરમાં સાંકલચંદ પટેલ વિશ્વવિદ્યાલમાં એક નાનુ  કોચિંગ પણ ચલાવે છે. આ જાણકારી એક મીડિયા અહેવાલમાં આપવામાં આવી છે.  

અહીંના બાળકો સૌરાષ્ટ્ર માટે રમે

મહેંદ્ર સિંહ ધોની ક્રિકેટ એકેડમીના સીઈઓ સોહેલ રઉફે કહ્યું, સૌરાષ્ટ્ર રણજી ટીમ ઘણા વર્ષોથી સારુ પ્રદર્શન કરી રહી છે અને તેમણે આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.  અમારી એકેડમી કોચિંગ અને યોગ્ય માર્ગદર્શન આપશે. અમે ઈચ્છીએ છીએ કે અમારી એકેડમીના બાળકો સૌરાષ્ટ્ર માટે રમે. 

દિલ્હીના પૂર્વ રણજી ખેલાડી સોહેલ રઉફે આગળ કહ્યું, તેનું (ધોની) વિઝન બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઉપકરણ, કોચ અને યુવા પ્રતિભાઓને અનુભવ પ્રદાન કરવાનું છે. એક ક્રિકેટર હોવાના નાતે છેલ્લા 25-30 વર્ષોમાં  મે આ સંઘર્ષનો અનુભવ કર્યો છે જેમાંથી એક ક્રેકિટરે પસાર થવું પડે છે અને અમારો પ્રયાસ છે કે અમે વર્તમાન પેઢીને શું સારુ આપી શકીએ. 

ઉલ્લેખનીય છે કે મહેંદ્ર સિંહ ધોનીની ક્રિકેટ એકેડમી ગુજરાત સિવાય ભારતના ઘણા શહોરમાં છે. જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્નાટક,  દિલ્હી અને રાજસ્થાન સામેલ છે. 

એમ.એસ.ધોની ક્રિકેટ એકેડેમીમાં ગ્રીનવુડ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત ગ્રીનવુડ સ્કૂલમાં અભ્યાસ ન કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ આવકાર્ય છે.  રાજકોટ ગુજરાતનું બીજુ શહેર બની ગયું છે જ્યાં મહેંદ્ર સિંહ ધોનીની ક્રિકેટ એકેડમી છે. મહેંદ્ર સિંહ ધોનીએ આ પહેલા ક્રિકેટ એકેડમી અમદાવાદમાં 2021માં શરુ કરી હતી. ત્યારે તેણે શ્રી એન્ટરપ્રાઈઝ સાથે કોલેબ્રેશન કર્યું હતું.  શ્રી એન્ટરપ્રાઈઝ પાસે ધોની ક્રિકેટ એકેડમીની ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget