MS Dhoni: ધોનીને યાદ આવ્યા જૂના દિવસો, કહ્યું - જો આવું થયું હોત તો ભારત માટે ના રમી શક્યો હોત...
ધોનીએ હાલમાં જ તમિલનાડુના થિરુવલ્લૂર જિલ્લામાં એક સ્થાનિક ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી
Thiruvallur District Cricket Association: પૂર્વ ભારતીય કેપ્ટન અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની (Chennai Super Kings) કમાન સંભાળનાર મહેન્દ્ર સિંહ ધોનીએ (Mahendra Singh Dhoni) હાલમાં જ તમિલનાડુના થિરુવલ્લૂર જિલ્લામાં એક સ્થાનિક ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ધોનીએ ક્રિકેટના વિભિન્ન પાસાં પર ચર્ચા કરી. માહીએ કહ્યું કે, જો તે જિલ્લા સ્તરે ક્રિકેટ ના રમ્યો હોત તો તે ક્યારેય દેશ માટે ક્રિકેટ ના રમી શક્યો હોત. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચુકેલ ધોની અત્યારે પણ આઈપીએલમાં રમે છે.
ભારત માટે ના રમી શક્યો હોતઃ
કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ધોનીએ કહ્યું, "પહેલી વખત હું એક ઉત્સવનો ભાગ બન્યો છું, જ્યાં આપણે એક જિલ્લા સંઘની સફળતા ઉજવી રહ્યા છીએ. હું મારા જિલ્લા ક્રિકેટ સંઘ રાંચીનો પણ આભારી છું. ક્રિકેટરોને પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા પર ગર્વો હોવો જોઈએ. મને એ વાત પર ગર્વ છે કે મને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો." ધોનીએ કહ્યું કે, "જો મારા જિલ્લા કે સ્કૂલ માટે હું ના રમ્યો હોત તો કદાચ મને મારા દેશ માટે રમવાનો મોકો ના મળ્યો હોત."
#ThalaDharisanam at Namma Singara Chennai! All smiles and happy vibes 💛#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/hSFhsZul1O
— Chennai Super Kings (@ChennaiIPL) June 1, 2022
માહીએ પ્રશંસા કરી:
તમને જણાવી દઈએ કે, ધોની તમિલનાડુના તિરુવલ્લુર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની (Thiruvallur District Cricket Association) સિલ્વર જ્યુબિલીના અવસર પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યો હતો. ધોની ઉપરાંત આઈસીસીના પૂર્વ પ્રમુખ અને બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. માહીએ 25 વર્ષ પૂરા કરવા બદલ તિરુવલ્લર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની પ્રશંસા કરી હતી. ધોની હાલ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલમાં જ રમે છે.