(Source: ECI/ABP News/ABP Majha)
SRH vs MI: મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, સૂર્યકુમારની શાનદાર સદી
SRH vs MI: મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 16 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવ્યું છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા વચ્ચેની 143 રનની ભાગીદારીને કારણે મુંબઈ વિજય નોંધાવવામાં સફળ રહ્યું હતું.
SRH vs MI: મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 16 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવ્યું છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા વચ્ચેની 143 રનની ભાગીદારીને કારણે મુંબઈ વિજય નોંધાવવામાં સફળ રહ્યું હતું. SRH એ પહેલા રમતા 173 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. શરૂઆતમાં, બેટ્સમેનોએ ઓછા અને હૈદરાબાદના બોલરોએ વધુ વધારાના રન આપ્યા. એક સમયે MIએ 26 રનના સ્કોર પર એક વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પછીના 5 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધુ રન સૂર્યકુમાર યાદવે બનાવ્યા હતા, જેમણે 51 બોલમાં 102 રન બનાવ્યા હતા. તેણે તિલક વર્મા સાથે 143 રનની ભાગીદારી કરી હતી, જેના બેટથી 37 રન નીકળ્યા હતા.
💯 & winning runs in style
— IndianPremierLeague (@IPL) May 6, 2024
Suryakumar Yadav hits a maximum to bring up his century 👏
Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0
બોલ પિચ પર અટકી રહ્યો હતો, તેથી 174 રનનો ટાર્ગેટ ઘણો મોટો લાગી રહ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈએ પાવરપ્લે ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા હતા. ખૂબ જ ચુસ્ત બોલિંગના કારણે હૈદરાબાદની જીતની આશા જાગી હતી. પરંતુ સૂર્યકુમાર યાદવ ખૂબ જ સારા ટચમાં દેખાતો હતો, જે સતત ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હતો. બીજી તરફ, પરિસ્થિતિને સમજીને તિલક વર્મા ચતુરાઈપૂર્વક સિંગલ અને ડબલ રન કરીને સ્ટ્રાઈક આપી રહ્યો હતો.
𝗦.𝗞.𝗬 𝗰𝗹𝗮𝘀𝘀𝗶𝗰 𝗶𝗻 𝗪𝗮𝗻𝗸𝗵𝗲𝗱𝗲 👌
— IndianPremierLeague (@IPL) May 6, 2024
2️⃣nd #TATAIPL 💯 for Suryakumar Yadav 👏👏
Follow the Match ▶️ https://t.co/iZHeIP3ZRx#TATAIPL | #MIvSRH pic.twitter.com/fkGE19HMUQ
આ દરમિયાન સૂર્યકુમાર યાદવે દબાણમાં આવીને 30 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. સૂર્યા અને તિલકની ભાગીદારીના આધારે મુંબઈએ 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. MIને છેલ્લી 5 ઓવરમાં 35 રનની જરૂર હતી. આગામી 2 ઓવરમાં 28 રન આવ્યા, જ્યાં પેટ કમિન્સની ઓવરમાં 18 રન આવ્યા. અહીંથી એમઆઈની જીત એકતરફી બની ગઈ કારણ કે ટીમને 18 બોલમાં માત્ર 7 રનની જરૂર હતી. સૂર્યકુમાર યાદવે 18મી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારીને મુંબઈનો 7 વિકેટે વિજય સુનિશ્ચિત કર્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ-11
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ અને નુવાન તુષારા.
સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11
પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો યાન્સેન, ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન.