'મેદાન પર રોહિત અને વિરાટ જેવો...' -ગીલની કેપ્ટનશીપ પર ઇંગ્લેન્ડ પૂર્વ કેપ્ટન નાસિર હૂસેનની કૉમેન્ટ
Naseer Hussain on Shubman Gill Captaincy: નાસીર હુસૈને ‘સ્કાય સ્પોર્ટ્સ’ને કહ્યું, મેં જોયું કે કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેના (ગીલ)માં રોહિત અને (વિરાટ કોહલી) જેવી આભા નહોતી

Naseer Hussain on Shubman Gill Captaincy: શુભમન ગીલની કેપ્ટનશીપમાં ભારતને ઈંગ્લેન્ડમાં પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ શુભમન ગીલની કેપ્ટનશીપ અંગે પણ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈને શુભમન ગિલની સરખામણી રોહિત અને વિરાટ સાથે કરતા એક મોટું નિવેદન આપ્યું છે.
લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો પરાજય
પાંચ સદી છતાં લીડ્સમાં રમાયેલી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડે મંગળવારે મેચના પાંચમા દિવસે પાંચ વિકેટ ગુમાવીને બેન સ્ટોક્સના ૧૪૯ રનની મદદથી ૩૭૧ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, આ સાથે ટીમે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.
‘ગીલમાં મેદાન પર રોહિત અને કોહલી જેવી આભા નહોતી’
નાસીર હુસૈને ‘સ્કાય સ્પોર્ટ્સ’ને કહ્યું, મેં જોયું કે કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેના (ગીલ)માં રોહિત અને (વિરાટ કોહલી) જેવી આભા નહોતી, મને લાગ્યું કે તે સક્રિય થવાને બદલે પ્રતિક્રિયા આપી રહ્યો હતો.
‘એવું લાગ્યું કે મેચમાં બે કે ત્રણ કેપ્ટન છે’
તેમણે કહ્યું, જ્યારે રોહિત અને કોહલી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા, ત્યારે તમે તેમને જોઈને સમજી શકતા હતા કે ટીમનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે, પરંતુ આ મેચમાં મને લાગ્યું કે બે કે ત્રણ કેપ્ટન હતા, એવું લાગ્યું કે કોઈ સમિતિ ટીમનું નેતૃત્વ કરી રહી છે. હુસૈને કહ્યું કે ભારત મેચ હારી ગયું કારણ કે ગિલ બે બાબતો (કેચ છોડવા અને નીચલા ક્રમના બેટ્સમેન ઘૂંટણિયે બેસવા) પર નિયંત્રણ રાખી શક્યો નહીં.
નાસિર હુસૈને ટીમ ઈન્ડિયાની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા
તેમણે કહ્યું, ટીમની આ સ્થિતિ મને ચિંતા કરાવે છે, ભારત પાસે લાંબા સમયથી રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા મહાન સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર છે, જોકે તેઓ હજુ પણ ઈંગ્લેન્ડમાં એક ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરની શોધમાં છે જે બેટિંગ કરી શકે.
‘તો પછી ઇંગ્લેન્ડ ટૂંક સમયમાં શ્રેણી જીતી જશે, જો...’
૧૯૯૦ થી ૨૦૦૪ દરમિયાન ઇંગ્લેન્ડ માટે ૯૬ ટેસ્ટ રમનાર ૫૭ વર્ષીય ખેલાડીએ કહ્યું કે, જો ભારતીય ટીમ ૩૧ રનમાં છ વિકેટ અને ૪૧ રનમાં સાત વિકેટ ગુમાવતી રહે છે, તો આ શ્રેણીનું પરિણામ ટૂંક સમયમાં નક્કી થશે.




















