World Cup 2023: ઉલટફેરનો શિકાર બનતા બચી શ્રીલંકાની ટીમ, નેધરલેન્ડ સામે હારતા-હારતા જીતી
શ્રીલંકાએ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. આ મેચમાં ડચ ટીમને 21 રને હારનો સામનો કરવો પડ્યો હતો. નેધરલેન્ડને મેચ જીતવા માટે 214 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 40 ઓવરમાં 192 રનમાં સમેટાઈ ગયું હતું.
World Cup Qualifiers : શ્રીલંકાએ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. આ મેચમાં ડચ ટીમને 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. નેધરલેન્ડની ટીમને મેચ જીતવા માટે 214 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 40 ઓવરમાં 192 રનમાં સમેટાઈ ગયું હતું. આ પહેલા શ્રીલંકાની ટીમ 47.4 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના 213 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓપનર વિક્રમજીત સિંહ અને મેક્સ ઓડેડ કોઈ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા.
Sri Lanka keeps the winning streak going in the Super Six stage with an important victory!💪🏆😍#SLvNED #CWC23 #LionsRoar pic.twitter.com/aRPujhiPNK
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 30, 2023
નેધરલેન્ડને 214 રનનો ટાર્ગેટ મળ્યો હતો
નેધરલેન્ડ માટે કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ખેલાડીએ 68 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે વેસ્લી બરેસીએ 50 બોલમાં 51 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યો નહોતો. પરિણામે નેધરલેન્ડની ટીમને 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ધનંજય ડી સિલ્વાએ 93 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
🔥 Maheesh Theekshana spins his magic once again, taking 3️⃣ crucial wickets! ✨#SLvNED #CWC23 #LionsRoar pic.twitter.com/Usbrnrfgfp
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 30, 2023
ધનંજય ડી સિલ્વાએ શ્રીલંકાની કમાન સંભાળી
ધનંજય ડી સિલ્વાએ 111 બોલમાં 93 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય દિમુથ કરુણારત્ને, મહિથા તિક્ષણા અને વનેન્દુ હસરંગાએ અનુક્રમે 33, 28 અને 20 રનનું યોગદાન આપ્યું હતું. આ બેટ્સમેનો પછી શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા નથી. નેધરલેન્ડના બોલરોની વાત કરીએ તો વેન વિક અને બાસ ડી લીડે સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે સાકિબ ઝુલ્ફિકરે 2 વિકેટ લીધી હતી. આ સાથે જ રેયાન કુલેન અને આર્યન દત્તને 1-1થી સફળતા મળી હતી. વર્લ્ડકપ ક્વોલિફાયરમાં શ્રીલંકાની ટીમે નેધરલેન્ડની ટીમને હરાવીને શાનદાર જીત મેળવી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial