ODI World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં મેળવી પ્રથમ જીત, શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું
AUS Vs SL: 2023 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ જીત હતી. શ્રીલંકાની આ સતત ત્રીજી હાર હતી.
AUS vs SL: લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું હતું. 2023 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ જીત હતી. શ્રીલંકાની આ સતત ત્રીજી હાર છે. પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ માત્ર 35.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ સરળતાથી હાંસલ કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શ અને જોશ ઈંગ્લિસે અડધી સદી ફટકારી હતી. માર્શે 52 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લિશે 58 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
ગ્લેન મેક્સવેલે કરી આક્રમક બેટિંગ
ગ્લેન મેક્સવેલે પોતાની વિસ્ફોટક બેટિંગથી ઓસ્ટ્રેલિયા માટે રનનો પીછો આસાન બનાવી દીધો છે. મેક્સવેલ 21 બોલમાં 31 રન બનાવીને નોટ આઉટ રહ્યો. આ દરમિયાન તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા
મજબૂત શરૂઆત બાદ શ્રીલંકાનો ધબડકો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ શ્રીલંકાએ સારી શરૂઆત કરી હતી. ઓપનિંગમાં આવેલા કુલા પરેરાએ 12 ચોગ્ગાની મદદથી 78 (82) અને પથુમ નિસાન્કાએ 8 ચોગ્ગાની મદદથી 61 (67) રન બનાવ્યા હતા. બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 125 (130) રનની ભાગીદારી કરી હતી. જો કે આ પછી કોઈ બેટ્સમેન સારી ઈનિંગ રમી શક્યો નહોતો. પાંચમા નંબરે આવેલા ચરિથ અસલંકાએ એક છગ્ગો ફટકારીને 25 (39) રન બનાવ્યા અને ડબલ આંકડો પાર કર્યો. બાકીના 8 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. આ રીતે શ્રીલંકા 43.3 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
An emphatic win in Lucknow helps Australia open their account in the #CWC23 🤩#AUSvSL 📝: https://t.co/nOE42M6VZW pic.twitter.com/vbBfkTDmGI
— ICC (@ICC) October 16, 2023
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન
પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર/કેપ્ટન), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલ્લાલાગે, મહિષ થીક્ષાના, લાહિરુ મદશાન કુમાર અને ડી.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
મિચેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ 2023ની 14મી મેચ લખનઉમાં રમાઈ હતી. આ વખતે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે અને તે હજુ સુધી રિકવર થઈ શકી નથી. ટીમને પ્રથમ મેચમાં ભારતે પરાજય આપ્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકાનો પરાજય થયો. જ્યારે શ્રીલંકાએ બે મેચ રમી હતી અને બંને મેચ હારી હતી.