IND vs NED: ભારતે નેધરલેન્ડને 160 રને હરાવ્યું, રોહિત અને કોહલીએ અજમાવ્યો બોલિંગ પર હાથ
IND Vs NED, Match Highlights: રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો અને સતત 9મી જીત મેળવી. ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચમાં ભારતીય ટીમે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું.
IND Vs NED, Match Highlights: રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો અને સતત 9મી જીત મેળવી. ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચમાં ભારતીય ટીમે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું. બેંગલુરુમાં રમાયેલી મેચમાં ભારત તરફથી બોલિંગ કરતા વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ વિકેટ લીધી હતી. ટીમ તરફથી બુમરાહ, સિરાજ, કુલદીપ અને જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. ટીમ માટે શ્રેયસ અય્યરે 128 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય કેએલ રાહુલે 102 રન બનાવ્યા હતા. આ સિવાય શુભમન ગિલ, વિરાટ કોહલી અને કેપ્ટન રોહિતના બેટથી અડધી સદી ફટકારવામાં આવી હતી.
411ના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે નેધરલેન્ડને સારી શરૂઆત કરતા અટકાવ્યું અને બીજી ઓવરમાં વેસ્લી બેરેસી (04)ને આઉટ કર્યો. જો કે, આ પછી કોલિન એકરમેન અને મેક્સે દાવ સંભાળ્યો અને બીજી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી, જેને કુલદીપ યાદવે 13મી ઓવરમાં કોલિન એકરમેનને આઉટ કરીને તોડી નાખી. એકરમેન 32 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ 16મી ઓવરમાં 30 રનના અંગત સ્કોર પર જાડેજાએ મેક્સને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો.
Who else but Captain Rohit Sharma with the final wicket of the match! 😎#TeamIndia complete a 160-run win in Bengaluru 👏👏
— BCCI (@BCCI) November 12, 2023
Scorecard ▶️ https://t.co/efDilI0KZP#CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/PzyQTi3QZV
આ પછી 25મી ઓવરમાં વિરાટ કોહલીએ 17 રને કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ 32મી ઓવરમાં જસપ્રીત બુમરાહે પોતાના સુંદર યોર્કર વડે બાસ ડી લીડે (12)ને બોલ્ડ કર્યો હતો. આ રીતે નેધરલેન્ડે 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી સિરાજે પોતાની અડધી સદી તરફ આગળ વધી રહેલા સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટને આઉટ કરીને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. એન્ગલબ્રેચટે 4 ચોગ્ગાની મદદથી 45 રનની ઇનિંગ રમી હતી. ત્યારપછી 43મી ઓવરમાં લંગા વાન બીકને કુલદીપ યાદવે 16 રન પર આઉટ કર્યો, રોલોફ વાન ડેર મર્વેને 44મી ઓવરમાં જાડેજાએ આઉટ કર્યો, આર્યન દત્તે 47મી ઓવરમાં જસપ્રિત બુમરાહે આઉટ કર્યો અને નિદામનુરુ તિલેને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આઉટ કર્યો. નિદામાનુરુએ 1 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 54 રનની ઇનિંગ રમી હતી.
આવી રહી ભારતની બોલિંગ
ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુદલીદ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ લાંબા સમય સુધી બોલિંગ કરીને 1-1 સફળતા મેળવી હતી.