ODI World Cup 2023: ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર, મેચ માણવા અન્ય શહેર, રાજ્યમાંથી આવતા ફેંસને સરળતાથી મળી રહેશે હોટલ
ICC ODI World Cup 2023: હોસ્પિટાલિટી સર્વિસ ટેક્નોલોજી પ્લેટફોર્મ OYO એ જણાવ્યું હતું કે તે ભારતમાં આગામી ODI ક્રિકેટ વર્લ્ડ કપની મેચ હોસ્ટ કરતા શહેરોમાં લગભગ 500 નવી હોટલ ઉમેરવાની યોજના ધરાવે છે.
ICC World Cup 2023: હોસ્પિટાલિટી સર્વિસ ટેક્નોલોજી પ્લેટફોર્મ OYO એ જણાવ્યું હતું કે તે ભારતમાં આગામી ODI ક્રિકેટ વર્લ્ડ કપની મેચ હોસ્ટ કરતા શહેરોમાં આગામી ત્રણ મહિનામાં લગભગ 500 નવી હોટલ ઉમેરવાની યોજના ધરાવે છે. ઓયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્લ્ડ કપ ટુર્નામેન્ટ મેચોના સ્થળોની આસપાસની હોટલોને એકસાથે જોડવામાં આવશે. વિશ્વભરમાંથી આવતા ક્રિકેટ પ્રેમીઓને ધ્યાનમાં રાખીને નવા હોટલ પ્લેટફોર્મને જોડવાની તૈયારી ચાલી રહી છે.
કંપનીએ શું કહ્યું
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઓયો આગામી ત્રણ મહિનામાં વિશ્વ કપની મેચ હોસ્ટ કરી રહેલા શહેરોમાં 500 હોટલ ઉમેરશે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે જે મુલાકાતીઓ તેમની મનપસંદ ટીમની રમત જોવા આવે છે તેમને આરામદાયક અને સસ્તું રહેઠાણ પૂરું પાડવામાં આવે.
કયા શહેરોમાં રમાશે વર્લ્ડકપની મેચો
આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમાશે. મેચો અમદાવાદ, હૈદરાબાદ, દિલ્હી, ધર્મશાલા, ચેન્નાઈ, લખનૌ, બેંગલુરુ, મુંબઈ, કોલકાતા અને પુણેમાં રમાશે.
મેક માય ટ્રિપની હોમ સ્ટે સુવિધા
દરમિયાન, ઓનલાઈન ટ્રાવેલ સર્વિસ કંપની મેક માય ટ્રિપે વર્લ્ડ કપ મેચો માટે યજમાન શહેરોના રહેવાસીઓને તેમના ઘરોની યાદી આપવા જણાવ્યું છે. હોટલને બદલે હોમસ્ટેના વધતા જતા ચલણને ધ્યાનમાં રાખીને મેક માય ટ્રિપએ આ સુવિધા શરૂ કરી છે.
કેવી રીતે બુક કરશો વર્લ્ડકપની ટિકિટ
'ઈકોનોમિક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, વર્લ્ડ કપની ટિકિટ ટૂંક સમયમાં આવી જશે. મોટાભાગની ટિકિટ ઓનલાઈન જ આવશે. ટિકિટ ICCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ સિવાય બુકમીશો, પેટીએમ અને પેટીએમ ઇનસાઇડર્સ પર પણ ટિકિટ ઉપલબ્ધ થશે. રિપોર્ટ અનુસાર, ટિકિટની કિંમત પ્રતિ ટિકિટ 500 થી 10,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ટિકિટની કિંમત સ્થળ પ્રમાણે નક્કી કરી શકાય છે. વર્લ્ડ કપની તમામ મેચો કુલ 10 સ્થળોએ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે રમાનારી ભારત-પાક મેચને લઈને ચાહકો વધુ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ મેચની ટિકિટો કયા ભાવે આવશે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે, ટિકિટને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વર્લ્ડકપમાં ભારતના મુકાબલા
- ભારત - ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, ચેન્નાઈ.
- ભારત - અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી.
- ભારત - પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ.
- ભારત - બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણે.
- ભારત - ન્યુઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાલા.
- ભારત - ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ.
- ભારત - શ્રીલંકા, 2 નવેમ્બર, મુંબઈ.
- ભારત - દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા.
- ભારત - નેધરલેન્ડ, 11 નવેમ્બર, બેંગલુરુ.
અમદાવાદમાં રમાશે આ મુકાબલા
- 5 ઓક્ટોબર, ગુરુવાર ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ
- 15 ઓક્ટોબર, રવિવાર, ભારત vs પાકિસ્તાન
- 4 નવેમ્બર, શનિવાર, ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા
- 10 નવેમ્બર, શુક્રવાર સાઉથ આફ્રિકા vs અફઘાનિસ્તાન
- 19 નવેમ્બર, રવિવાર, ફાઇનલ