Womens WC 2025: મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2025નું શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે આ દિવસે રમાશે મેચ
ODI World Cup 2025 News: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 01 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે

ODI World Cup 2025 News: મહિલા વનડે વર્લ્ડકપ 2025 30 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર થઈ ગયું છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ભારત અને શ્રીલંકાની મહિલા ટીમો વચ્ચે બેંગ્લુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. પરંતુ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઇ પ્રોફાઇલ મેચની રાહ જોઈ રહ્યા છે. આ મેચ 05 ઓક્ટોબરે શ્રીલંકાના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત, ભારતનો મુકાબલો 26 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે થશે.
ઓસ્ટ્રેલિયા આ ટીમ સામે પોતાનું અભિયાન શરૂ કરશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 01 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ, ઓસ્ટ્રેલિયાની ટીમ 08 ઓક્ટોબરે કોલંબોમાં પાકિસ્તાન સામે પોતાની આગામી મેચ રમશે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ 22 ઓક્ટોબરે ઇન્દોરમાં રમાશે.
પાકિસ્તાન ટીમ તેની બધી મેચ આ દેશમાં રમશે
ICC મહિલા ODI વર્લ્ડકપ હાઇબ્રિડ મૉડેલ હેઠળ રમાશે. જ્યાં પાકિસ્તાન ટીમ તેની બધી મેચ કોલંબોમાં રમશે. પાકિસ્તાન 02 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે પોતાનો પહેલો મેચ રમશે. વળી, તેઓ 15 ઓક્ટોબરે ઇંગ્લેન્ડનો સામનો કરશે. આ પછી 18 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેનો મેચ રમાશે. આ પછી, પાકિસ્તાન ટીમ 21 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા અને 24 ઓક્ટોબરે શ્રીલંકાનો સામનો કરશે.
ટૂર્નામેન્ટમાં આટલી બધી મેચ રમાશે
મહિલા વર્લ્ડકપ 2025માં કુલ 28 લીગ મેચ રમાશે. આ પછી ત્રણ નોકઆઉટ મેચ થશે. બધી મેચો ભારતીય શહેરો બેંગલુરુ, ઇન્દોર, ગુવાહાટી અને વિશાખાપટ્ટનમમાં રમાશે. તે જ સમયે, શ્રીલંકામાં રમાનારી મેચો આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાશે. જો પાકિસ્તાનની ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચવામાં સફળ રહે છે, તો પ્રથમ સેમિફાઇનલ મેચ 29 ઓક્ટોબરે કોલંબોમાં રમાશે, જો તેમની ટીમ લીગ સ્ટેજમાંથી બહાર થઈ જાય છે, તો આ સેમિફાઇનલ ગુવાહાટીમાં રમાશે. તે મુજબ, ફાઇનલ મેચ પણ 2 નવેમ્બરે બેંગલુરુ અથવા કોલંબોમાં રમાશે.
ભારતની મેચોનું શિડ્યૂલ
| ભારત વિરૂદ્ધ શ્રીલંકા | 30 સપ્ટેમ્બર | બેંગ્લુરુ |
| ભારત વિરૂદ્ધ પાકિસ્તાન | 05 ઓક્ટોબર | કોલંબો |
| ભારત વિરૂદ્ધ સાઉથ આફ્રિકા | 09 ઓક્ટોબર | વિશાખાપટ્ટનમ |
| ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા | 12 ઓક્ટોબર | વિશાખાપટ્ટનમ |
| ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ | 19 ઓક્ટોબર | ઇન્દોર |
| ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ | 23 ઓક્ટોબર | ગુવાહાટી |
| ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ | 26 ઓક્ટોબર | બેંગ્લુરુ |
ભારત 2013 પછી પહેલીવાર મહિલા ODI વર્લ્ડકપનું આયોજન કરી રહ્યું છે. 2025નું ફોર્મેટ 2022 જેવું જ હશે, જેમાં આઠ ટીમો રાઉન્ડ-રોબિન મેચમાં એકબીજા સાથે રમશે અને ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.
ભારત સાથે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સીધા જ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થશે. બાકીના બે સ્થાનો પાકિસ્તાન અને બાંગ્લાદેશે આ વર્ષની શરૂઆતમાં લાહોરમાં યોજાયેલી ક્વોલિફાયરમાં સુરક્ષિત કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ નેટ રન રેટમાં બાંગ્લાદેશથી પાછળ રહી ગયા બાદ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યા.




















