શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાની ક્રિકેટરના કેચથી ICC પણ રહી ગયુ દંગ, શેર કર્યો અદભૂત કેચનો વીડિયો
પાકિસ્તાનના બેટ્સમેન ઇમરાન બટ્ટે દક્ષિણ આફ્રિકાના ઓપનર બેટ્સમેન એડેન માર્કરમનો કેચ સ્લિમમાં અદભૂત રીતે પકડી લીધો. આ કેચ એટલો જબરદસ્ત હતો કે દર્શકોની સાથે સાથે સાથી ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બેટ્સમેન ઇમરાન બટ્ટે દક્ષિણ આફ્રિકાના ઓપનર બેટ્સમેન એડેન માર્કરમનો કેચ સ્લિમમાં અદભૂત રીતે પકડી લીધો. આ કેચ એટલો જબરદસ્ત હતો કે દર્શકોની સાથે સાથે સાથી ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા, આ કેચને જોઇને આઇસીસી પણ દંગ રહી ગયુ હતુ અને તેને આ કેચનો વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી દીધો હતો.
મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાનો ઓપનર બેટ્સમેન એડેન માર્કરમ સ્ટ્રાઇક પર હતો, અને સામે બૉલિંગ કરી રહ્યો હતો ફાસ્ટ બૉલર શાહીન આફ્રિદી. આફ્રિદીએ જેવો બૉલ ફેંક્યો માર્કરમ ચકમો ખાઇ ગયો અને તે સમજે તે પહેલા બૉલ બેટની ધરીને અડીને બીજી સ્લિપમાં નીકળી ગયો હતો.
સ્લિપમાં ઉભેલા ઇમરાન બટ્ટે ડ્રાઇવ મારીને આ મુશ્કેલ કેચને અદભૂત રીતે પકડી પાડ્યો હતો. તેના પાછળ ઉભા રહેલા ખેલાડીએ પણ કેચ પકડવા કોશિશ કરી હતી. ઇમરાન બટ્ટના આ કેચની દર્શકોની સાથે સાથે સાથી ખેલાડીઓ પણ પ્રસંશા કરી રહ્યાં છે.
આઇસીસીએ શેર કર્યો વીડિયો
આઇસીસી તરફથી કેચનો આ વીડિયો ટ્વીટર પર શેર કરતા શાનદાર કેપ્શન આપ્યુ છે. આઇસીસીએ લખ્યું- ઇમરાન બટ્ટ માટે એક અવિસ્મરણીય શરૂઆત છે.... ઉલ્લેખનીય છે કે ઇમરાન બટ્ટ આ ટેસ્ટ મેચ દ્વારા ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement