શોધખોળ કરો

PAK vs SL Final Live Streaming: એશિયા કપની ફાઈનલનું કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઈવ ટેલિકાસ્ટ, જાણો વિગત

PAK vs SL: આ મેચ 11 સપ્ટેમ્બર એટલે કે રવિવારે સાંજે 7.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ પણ આ મેદાન પર જ રમાઈ હતી.

SL vs PAK, Asia Cup 2022 Final Telecast Details: એશિયા કપ 2022નો સુપર-4 રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને હવે માત્ર ફાઈનલની રાહ છે. સુપર-4 રાઉન્ડમાં શ્રીલંકા અને પાકિસ્તાન ટોપ-2 સ્થાન પર રહીને ફાઇનલમાં પ્રવેશ્યા છે. જ્યાં શ્રીલંકાએ આ રાઉન્ડની પોતાની ત્રણેય મેચ જીતી લીધી છે. આ સાથે જ પાકિસ્તાનની બે જીત અને એક હાર છે.

સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનની ટીમે ભારત અને અફઘાનિસ્તાન સામે રોમાંચક હાર આપી હતી પરંતુ શ્રીલંકા સામેની મેચ હારી ગઈ હતી. બીજી તરફ શ્રીલંકાએ ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ત્રણેય ટીમોને આસાનીથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વર્તમાન પ્રદર્શન પર નજર કરીએ તો શ્રીલંકાની ટીમ પણ પાકિસ્તાન પર પ્રભુત્વ જમાવતી જોવા મળી રહી છે. જો કે, અત્યાર સુધી બંને ટીમો વચ્ચેની મેચમાં પાકિસ્તાનનું પલડું ભારે રહ્યું છે. બંને દેશો વચ્ચે રમાયેલી 22 T20 મેચોમાં 13 મેચ પાકિસ્તાને જીતી છે જ્યારે 9 મેચ શ્રીલંકા માટે આવી છે.

એશિયા કપ 2022 ની શરૂઆતમાં, લંકાની ટીમ ફોર્મમાં નહોતી, પરંતુ મેચ બાય મેચ આ ટીમનું પ્રદર્શન સતત ખીલતું રહ્યું. અત્યારે આ ટીમના બેટ્સમેનો અને બોલરો શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે. ટીમનું ગેમ પ્લાનિંગ પણ પરફેક્ટ દેખાઈ રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાન માટે બોલરો વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ મોહમ્મદ રિઝવાન સિવાય બેટિંગમાં સાતત્યનો અભાવ છે.

આ મેચ ક્યારે અને ક્યાં રમાશે?

આ મેચ 11 સપ્ટેમ્બર એટલે કે રવિવારે સાંજે 7.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ પણ આ મેદાન પર જ રમાઈ હતી. અહીં શ્રીલંકાએ 18 બોલ બાકી રહેતાં પાકિસ્તાની ટીમ પર 5 વિકેટે જીત મેળવી હતી.

તમે લાઈવ મેચો ક્યાં જોઈ શકો છો?

આ શાનદાર મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.

આ પણ વાંચોઃ

Asia Cup 2022 Best XI: હર્ષા ભોગલેએ પસંદ કરી એશિયા કપની બેસ્ટ ઈલેવન, જાણો ટીમ ઈન્ડિયા કયા બે ખેલાડીને મળ્યું સ્થાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget