શોધખોળ કરો

World Cup 2023, PAK vs NED: વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીત સાથે શરુઆત, પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું 

ઓલરાઉન્ડર બેસ ડી લીડેની ઘાતક બોલિંગ અને શાનદાર બેટિંગ છતાં નેધરલેન્ડને 2023 ODI વર્લ્ડ કપની તેમની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Pakistan vs Netherlands Full Match Highlights: ઓલરાઉન્ડર બેસ ડી લીડેની ઘાતક બોલિંગ અને શાનદાર બેટિંગ છતાં નેધરલેન્ડને 2023 ODI વર્લ્ડ કપની તેમની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરીને પાકિસ્તાને 286 રન બનાવ્યા હતા અને ત્યારબાદ બોલરોએ યોગ્ય લાઇન લેન્થ સાથે બોલિંગ કરીને પોતાની ટીમને 81 રનથી જીત અપાવી હતી.

પ્રથમ રમત રમીને પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન (68) અને સઈદ શકીલ (68)ની અડધી સદીની મદદથી 286 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 41 ઓવરમાં માત્ર 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નેધરલેન્ડ માટે બોલિંગમાં ચાર વિકેટ લેનાર બેસ ડી લીડે 67 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. તેના સિવાય ઓપનર વિક્રમજીત સિંહે પણ અડધી સદી ફટકારી હતી.

વિક્રમજીત અને ડી લીડેએ અડધી સદી ફટકારી હતી

પાકિસ્તાન તરફથી મળેલા 287 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર મેક્સ ઓડડ માત્ર પાંચ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કોલિન એકરમેન ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. એકરમેન સંપૂર્ણ રીતે સેટ થઈ ગયો હતો, પરંતુ ઈફ્તિખારના બોલ પર સ્વીપ રમવાનો પ્રયાસ કરતી વખતે તે બોલ્ડ થઈ ગયો હતો. તેણે 21 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા.

આ પછી વિક્રમજીત સિંહ અને બેસ ડી લીડેએ મોરચો સંભાળ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 70 રનની શાનદાર ભાગીદારી કરી હતી. વિક્રમજીત 67 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. શાદાબ ખાને વિક્રમજીતને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી નેધરલેન્ડની ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવી રહી હતી.

હરિસ રઉફે મેચને પલટી 

તેજા નિદામનુરુ 05, કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ 00, સાકિબ ઝુલ્ફીકાર 10 અને રોલ્ફ વાન ડેર મેરવે 04 રન બનાવીને આઉટ થયા હતા. 120ના સ્કોર પર બે વિકેટ સાથે નેધરલેન્ડનો સ્કોર 5 વિકેટે 133 રન બની ગયો હતો. પાકિસ્તાન માટે હરિસ રઉફે એક ઓવરમાં બે વિકેટ લઈને મેચ જીતી લીધી હતી. જો કે, બેસ ડી લીડે એક છેડેથી રન બનાવતો રહ્યો. તેણે 68 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 67 રન બનાવ્યા હતા. અંતે લોગાન વાન બીક 28 રન બનાવી અણનમ પરત ફર્યો હતો. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.

પાકિસ્તાન તરફથી હરિસ રઉફે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય હસન અલીને બે વિકેટ મળી હતી. જ્યારે મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી અને ઈફ્તિખાર અહેમદને એક-એક સફળતા મળી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget