શોધખોળ કરો
અંડર-19 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ટકરાશે ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન, જાણો ક્યા અને કેટલા વાગ્યે રમાશે મેચ
જ્યારે અંડર-19 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ ગુરુવારે છ ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાશે.

નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન ટકરાઇ શકે છે. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને 74 રને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી છે જ્યારે પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાનને છ વિકેટ પર હરાવીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યુ છે. પાકિસ્તાન અને ભારત વચ્ચેની સેમિફાઇનલ મેચ ચાર ફેબ્રુઆરી મંગળવારના રોજ બપોરે દોઢ વાગ્યે રમાશે. જ્યારે અંડર-19 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ ગુરુવારે છ ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાશે. અંડર-19 ક્રિકેટમા ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમા કુલ 23 મેચ રમાઇ છે જેમાંથી ટીમ ઇન્ડિયાએ 14 મેચમાં વિજય મેળવ્યો છે જ્યારે પાકિસ્તાનને આઠ મેચમાં જીત મળી છે અને એક મેચ ટાઇ રહી હતી. વર્તમાન અંડર-19 વર્લ્ડકપમાં ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા નંબર પર છે. યશસ્વીએ ચાર મેચમાં 207 રન બનાવ્યા છે.
વધુ વાંચો




















