શોધખોળ કરો
Advertisement
Parthiv Patel Retirement: અમદાવાદી ક્રિકેટર પાર્થિવ પટેલ પર સૌપ્રથમ લોકોની ક્યારે પડી હતી નજર ? જાણો
પાર્થિવ પટેલે ઈ. સ. 1996માં પોતાની શાળા તરફથી ક્રિકેટની રમત રમવાની શરૂઆત કરી હતી.
અમદાવાદના રહેવાસી અને ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલના સોશિયલ મીડિયા પર સંન્યાસને લઈને એક પોસ્ટ કરી છે. પાર્થિવે ટ્વિટર પર સંન્યાસની જાહેરાત કરતાં લખ્યું, હું આજે મારા 18 વર્ષના લાંબા ક્રિકેટ કરિયરને અલવિદા કહી રહ્યો છું. બીસીસીઆઈએ મારા પર ભરોસો મુકીને માત્ર 17 વર્ષની વયે જ ટીમ ઈન્ડિયા માટે રમવાનો મોકો આપ્યો હતો. બીસીસીઆઈએ જે રીતે મને સાથ આપ્યો તે બદલ હું આભારી રહીશ.
આ ઉપરાંત તે જે કેપ્ટનોના નેતૃત્વમાં રમ્યો હતો તે બધાનો આભાર માન્યો હતો. સૌરવ ગાંગુલીનો ખાસ આભાર માનતાં તેણે લખ્યું, દાદાનો હું હંમેશા આભારી રહીશ. એક કેપ્ટન તરીકે તેમણે હંમેશા મારો સાથ આપ્યો અને તેમની સાથે રમવું મારા માટે સૌભાગ્યની વાત રહી.
પાર્થિવ પટેલે ઈ. સ. 1996માં પોતાની શાળા તરફથી ક્રિકેટની રમત રમવાની શરૂઆત કરી હતી. પાર્થિવે પોતાની રમતશૈલી ઇયાન હિલી અને એડમ ગિલક્રિસ્ટની શૈલી અપનાવી પોતાની રમત નિખારતા રહેતા હતા. ઈ. સ. 1998માં તેની પસંદગી ગુજરાત અન્ડર- 14ની ટીમ માટે કરવામાં આવી હતી. પત્રકારોની પ્રથમ નજર પાર્થિવ પર ડિસેમ્બર ૨૦૦૦માં પડી હતી. તે સમયે તે મહારાષ્ટ્રની ટીમ સામે ગુજરાતની ટીમ તરફથી પશ્ચિમી ઝોન લીગ અન્ડર- ૧૬માં રમતો હતો. ઓપનિગ બેટ્સમેન અને વિકેટકીપરના રૂપમાં તેણે મેચ બચાવવા માટે ફોલો ઑન માટે મજબૂર હોવા છતાં મેચના બન્ને દાવમાં એક-એક સદી બનાવી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં ૧૯૬ બોલમાં ૧૦૧ રન અને બીજી ઈનિંગમાં ૨૯૭ બોલમાં ૨૧૦ રન ફટકાર્યા હતા.
ત્યારબાદ ૧૫ વર્ષની ઉમરે એને પશ્ચિમ ઝોન અંડર-૧૯ના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. પાર્થિવે ઇંગ્લૈંડ અંડર-૧૯ની સામે એક મેચમાં નેતૃત્વ કર્યુ ત્યાર બાદ ભારતીય અંડર-૧૯ માટે પણ તેમની પસંદગી થઈ. અમદાવાદની વિદ્યાનગર હાઈસ્કૂલમાં ભણવા ઉપરાંત તેઓ પ્રશિક્ષક રૉજર બિન્ની પાસે તાલીમ લેતા હતા.
તેણે ૨૦૦૧ એશિયા કપમાં રાષ્ટ્રીય અંડર-૧૭માં ટીમને જીત અપાવી, જેને લીધે તેઓને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ એકેડમી, એડિલેડમા છ સપ્તાહ પ્રશિક્ષણ લેવાની છાત્રવૃત્તી આપવામાં આવી હતી. જે બાદ ન્યુઝિલેન્ડમાં ૨૦૦૨ રમાનારા અંડર-૧૭ વિશ્વ કપમાં ટીમનો કેપ્ટન જાહેર કરાયો હતો. ક્યારે પણ વરિષ્ઠ સ્તર પર રણજી ટ્રૉફીમાં ગુજરાતનુ નેતૃત્વ ન કરવા છતાં તેમના સત્તરમા જન્મદિનના થોડા દિવસ પછી જ તેમની પસંદગી 2002માં સાઉથ આફ્રિકાના પ્રવાસે ઈન્ડિયા A ટીમમાં થઈ હતી. જેના પ્રશિક્ષક યશપાલ શર્મા હતા. ત્યારબાદ તેમની પસંદગી ઇંગ્લેંડ પ્રવાસે ભારતીય ટીમમા અજય રાત્રાની સાથે એક વધારાના વિકેટકિપરના તરીકે થઈ હતી. આ દરમિયાન તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું.
17 વર્ષની વયે કરિયરની પ્રથમ ટેસ્ટમાં જ તેણે એન્ડ્રુ ફ્લિન્ટોફ, સ્ટીવ હાર્મિસન જેવા દિગ્ગજ ફાસ્ટ બોલર્સનો સામનો કરીને ટીમ ઈન્ડિયાને મેચ ડ્રો કરાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement