શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાને ભારતમાં આગામી ટી20 વર્લ્ડકપ રમવા આવવા માટે ICCને કરી આ ખાસ ભલામણ, જાણો શું કહ્યું
ભારત અને પાકિસ્તાન એકબીજાના દેશમાં ક્રિકેટ સીરીઝ રમવા નથી આવતા, હવે આ મામલે પાકિસ્તાને આઇસીસીને બીસીસીઆઇ માટે એક ભલામણ કરી છે
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટ સંબંધો બગડ્યા છે. ભારત અને પાકિસ્તાન એકબીજાના દેશમાં ક્રિકેટ સીરીઝ રમવા નથી આવતા, હવે આ મામલે પાકિસ્તાને આઇસીસીને બીસીસીઆઇ માટે એક ભલામણ કરી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ -પીસીબીએ આઇસીસીને કહ્યું છે કે બીસીસીઆઇને કહો કે લેખિતમાં આશ્વાસન આપે, જેથી તેમની ટીમને 2021 ટી20 વર્લ્ડકપ અને ભારતાં 2023માં 50 ઓવરનો વનડે વર્લ્ડકપ રમવા માટે વિઝા મેળવવા કોઇ પરેશાનીનો સામનો ના કરવો પડે. અમે એ તથ્યને પણ જોઇ રહ્યાં છીએ કે 2021 અને 2023માં ભારતમાં આઇસીસી વર્લ્ડકપની મહેમાનગતિ કરવી જોઇએ, અને અમે પહેલાથી જ આઇસીસીને કહ્યું છે કે બીસીસીઆઇ પાસે લેખિતમાં આશ્વાસન મળે જેથી અમને ભારતમા આવીને રમવામાં કોઇ તકલીફ ના પડે.
એક વરિષ્ઠ અધિકારી અનુસાર, પીસીબીએ આઇસીસીને કહ્યું છે કે તે બીસીસીઆઇને આગામી થોડાક મહિનામાં પોતાની સરકાર પાસેથી આશ્વાસન મેળવવા વિશે જણાવે. અધિકારીએ એ પણ પુષ્ટિ કરી છે કે આઇસીસી કાર્યકારી બોર્ડ પોતાની આગામી બેઠકમાં નક્કી કરશે કે આગામી ટી20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયા કે ભારત દ્વારા આયોજિત કરવામાં આવશે કે નહીં.
ખાને કહ્યું કે એ સંભવ ન હતુ કે ટી20 વર્લ્ડકપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં આયોજિત કરવામાં આવે. તેને કહ્યું હવે મોટો પ્રશ્ન એ છે કે 2021માં ટી20 વર્લ્ડકપ આયોજિત થશે કે નહીં, આની મહેમાની ઓસ્ટ્રેલિયા કે ભારત કોણા દ્વારા કરવામાં આવશે. કેમકે ભારતની પાસે 2021માં પહેલાથી જ નિર્ધારિત ટી20 વર્લ્ડકપની મહેમાનીનો અધિકાર છે.
ખાને કહ્યું કે આઇસીસી સભ્યોને લાગે છે કે ટી20 વર્લ્ડકપને ઓક્ટોબર-નવેમ્બરની સમયમર્યાદામાં 2021 કે 2022માં આયોજિત કરવો જોઇએ. જે રીતેનો સમય છે. વર્ષ 2022 સુધીનો સમય બચ્યો છે, અને તેમાં વર્ષ 2020 ટી20 વર્લ્ડકપનુ આયોજિન કરવામાં આવી શકે છે. તેને કહ્યુ્ં કે પાકિસ્તાન પોતાના ખેલાડીઓ અને અધિકારીઓની સુરક્ષા વિશે પુરેપુરુ આશ્વાસન મળ્યા બાદ જ આઇસીસી આયોજન માટે ભારત આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ગુજરાત
બોલિવૂડ
Advertisement