ODI WC 2023: આવતીકાલે નેધરલેન્ડ્સ સામે ભારતના કયા ખેલાડીઓને આરામ અપાશે, રોહિતે પ્લેઇંગ-11 વિશે શું કહ્યું, જાણો
ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ 2023માં જોરદાર પ્રદર્શન કરી રહી છે, અને નંબર વનની પૉઝિશન સાથે સેમિ ફાઇનલમાં પણ એન્ટ્રી મારી ચૂકી છે. ભારતે વનડે વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી 8 મેચ રમી છે
![ODI WC 2023: આવતીકાલે નેધરલેન્ડ્સ સામે ભારતના કયા ખેલાડીઓને આરામ અપાશે, રોહિતે પ્લેઇંગ-11 વિશે શું કહ્યું, જાણો Playing-11 not change in next match: captain rohit sharma said team india have will not change playing 11 in front of Netherlands match in ODI World Cup 2023 ODI WC 2023: આવતીકાલે નેધરલેન્ડ્સ સામે ભારતના કયા ખેલાડીઓને આરામ અપાશે, રોહિતે પ્લેઇંગ-11 વિશે શું કહ્યું, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/5c18a9cb9cb0d100c2e27b92253278e9169968615333677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rohit Sharma ICC ODI World Cup 2023: ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ 2023માં જોરદાર પ્રદર્શન કરી રહી છે, અને નંબર વનની પૉઝિશન સાથે સેમિ ફાઇનલમાં પણ એન્ટ્રી મારી ચૂકી છે. ભારતે વનડે વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી 8 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા માટે બૉલર અને બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારત પૉઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે અને સેમિ ફાઈનલ માટે ક્વૉલિફાઈ થઈ ચૂક્યું છે. વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની એક મેચ બાકી છે. જે તેને 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે રમવાનું છે. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 243 રનથી હરાવ્યું. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ આગામી મેચો માટે પ્લેઈંગ ઈલેવનને લઈને મોટું નિવેદન આપ્યું છે.
રોહિત શર્માએ કહી આ વાત
દક્ષિણ આફ્રિકા સામેની મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે બૉલરોએ શાનદાર બૉલિંગ કરી. મોહમ્મદ શમીએ જે રીતે વાપસી કરી છે. જે તેમની માનસિકતા દર્શાવે છે. રવિન્દ્ર જાડેજા અમારા માટે શાનદાર રહ્યો છે. તે વર્ષોથી દરેક ફોર્મેટમાં રમી રહ્યો છે. આજે એ ક્લાસિક કિસ્સો હતો કે જાડેજા આપણા માટે શું છે? ડેથ ઓવરોમાં આવ્યો અને મહત્વપૂર્ણ રન બનાવ્યા. પછી વિકેટ લીધી. તે તેની ભૂમિકા જાણે છે અને જાણે છે કે ટીમ તેની પાસેથી શું ઈચ્છે છે. આ પછી રોહિત શર્માએ કહ્યું કે કેટલીક મોટી મેચો આવી રહી છે અને અમે કોઇપણ જાતનો ફેરફાર કરવા માંગતા નથી. એ સ્પષ્ટ થઈ ગયું છે કે આવનારી મેચોમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારની શક્યતા નથી. જે ખેલાડીઓ હાલમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં રમી રહ્યા છે. માત્ર તેઓને વધુ તક મળી શકે છે.
રોહિત શર્માએ વધુમાં કહ્યું કે શુભમન ગીલ અને હું લાંબા સમયથી સાથે બેટિંગ કરી રહ્યા છીએ. અમે દબાણને અમારા પર હાવી થવા દઈએ છીએ. અમે અગાઉથી કંઈપણ આયોજન કરતા નથી. અમે ફક્ત મૂલ્યાંકન કરીએ છીએ અને તે મુજબ રમીએ છીએ.
આ બે ખેલાડીઓએ કર્યુ કમાલનું પ્રદર્શન
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે વનડે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી. આ બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ શમીએ વનડે વર્લ્ડકપ 2023ની ચાર મેચમાં અત્યાર સુધી 16 વિકેટો ઝડપી છે.
છેલ્લા 10 વર્ષથી નથી જીતી કોઇ ટ્રૉફી
ભારતીય ટીમે છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રૉફી 2013નો ખિતાબ જીત્યો હતો. ત્યારથી ભારતીય ટીમ આઈસીસી ટ્રૉફી જીતી શકી નથી. વનડે વર્લ્ડકપ 2015 અને 2019ની સેમિ ફાઈનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે અને તેની પાસે ટાઈટલ જીતવાની તકો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)