શોધખોળ કરો
Advertisement
IPL 2020 પ્લેઓફ માટે મંગળવાર મહત્વનો, જાણો કઇ-કઇ ટીમનો છે પ્લેઓફમાં જવાનો મોકો
કેકેઆરની જીત બાદ તે રેસમાં હજુ ટકી છે. હવે તેને મુંબઇ ઇન્ડિન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચના રિઝલ્ટ પર આધાર રાખવો પડશે, આશા રાખવી પડશે કે મુંબઇ જીતે. આ પહેલા ચેન્નાઇએ પંજાબને 9 વિકેટે હરાવતા પંજાબ રેસમાંથી બહાર થઇ ગઇ છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, પરંતુ હજુ સુધી પ્લેઓફ માટે ટીમો નક્કી નથી થઇ શકી. મુંબઇ ઇન્ડિયન્સને છોડીને તમામ ટીમો પર પ્લેઓફમાં પહોંચવા માટે કરો યા મરોનો જંગ છે. રવિવારે રમાયેલી ડબલ હેડર બાદ પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઇ છે. કોલકત્તા નાઇટરાઇડર્સે રાજસ્થાનને હરાવવાથી આ રેસ વધુ રોમાંચક બની ગઇ છે.
કેકેઆરની જીત બાદ તે રેસમાં હજુ ટકી છે. હવે તેને મુંબઇ ઇન્ડિન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચના રિઝલ્ટ પર આધાર રાખવો પડશે, આશા રાખવી પડશે કે મુંબઇ જીતે. આ પહેલા ચેન્નાઇએ પંજાબને 9 વિકેટે હરાવતા પંજાબ રેસમાંથી બહાર થઇ ગઇ છે.
મંગળવાર છે મહત્વનો
અત્યાર સુધી મુંબઇ ઇન્ડિયન્સ જ એકલી એવી ટીમ છે જેને 16 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. સોમવારે દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે મેચ રમાવવાની છે, અને આ મેચની વિજેતા ટીમને સીધી પ્લેઓફમાં એન્ટ્રી મળી જશે.
પ્લેઓફમાં જગ્યા બનાવનારી બાકીની બે ટીમોનો ફેંસલો મંગળવારે રમાનારી મેચોમાં આવી જશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે મેચ રમાશે. જો હૈદરાબાદ મુંબઇની સામે હારશે તો આરસીબી, કેકેઆર અને દિલ્હી પ્લેઓફમાં જગ્યા બનાવશે. જો હૈદરાબાદ જીતી જશે તો બેસ્ટ રનરેટના આધારે હૈદરાબાદને પ્લેઓફમાં પહોંચવાની સંભાવના વધુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement