શોધખોળ કરો
Advertisement
ચહલ પર જાતિસૂચક ટિપ્પણી કરવા મામલે યુવરાજ સિંહ પર હરિયાણામાં કેસ નોંધાયો, જાણો વિગતે
આ ટિપ્પણી મામલે હવે હરિયાણાના હિસારના હાંસીમાં દલિત અધિકાર કાર્યકર્તા અને એડવૉકેટ રજત કલસન દ્વારા યુવરાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ પર હરિયાણામાં પોલીસ કેસ નોંધાયો છે. લૉકડાઉન દરમિયાન ક્રિકેટરો પોતાના ઘરોમાં બંધ છે, આવામાં યુવરાજ સિંહ અને રોહિત શર્માએ એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ કરી હતી. આ ચેટ દરમિયાન યુવરાજે ચહલ પર જાતિ સૂચક કથિત ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી મામલે હવે હરિયાણાના હિસારના હાંસીમાં દલિત અધિકાર કાર્યકર્તા અને એડવૉકેટ રજત કલસન દ્વારા યુવરાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અગાઉ સોમવારે એટલે કે 1લી જૂનની રાત્રે સોશ્યલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહને લઇને એક હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું હતુ, ખરેખર, આ હેશટેગ દ્વારા યુવરાજ સિંહ પાસે માફી માગવાની વાત કહેવામાં આવી રહી હતી. યુવરાજ સિંહે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માની સાથે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશનમાં એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો, આ પછી યુવરાજ સિંહને તે વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો, ત્યારબાદ '#युवराज_सिंह_माफी_मांगो' ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. સોશ્યલ મીડિયા પર યુવરાજને દેશદ્રોહી સુધી ગણાવી દીધો હતો.
ફરિયાદ આપ્યા બાદ ફરિયાદકર્તા રજત કલસને ક્રિકેટર રોહિત શર્માને પણ નિશાન લીધો હતો, તેને કહ્યું કે, રોહિત શર્માએ યુવરાજની આ વાતનો વિરોધ કરવો જોઇતો હતો.
જાણો શું છે આખો મામલો.....
થોડાક દિવસો પહેલા રોહિત અને યુવરાજની વચ્ચે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશન થયુ હતુ, આ સેશન દરમિયાન રોહિત અને યુવરાજે ક્રિકેટ, કોરોના વાયરસ, પર્સનલ લાઇફ અને ભારતીય ક્રિકેટરોને લઇને ઘણીબધી વાતો શેર કરી હતી. આ બન્ને ખેલાડીઓની લાઇવ ઇન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન ટીમ ઇન્ડિયાના ખેલાડી કુલદીપ યાવદ અને યુજવેન્દ્ર ચહલ કૉમેન્ટ કરી રહ્યાં હતા. આ કૉમેન્ટ્સને જોઇને યુવરાજે રોહિતની સાથે હસી-મજાકમાં એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરી દીધો. યુવરાજે આ દરમિયાન ચહલની મજાક ઉડાવતા એક જાતિસૂચક શબ્દ કહ્યો હતો.
ખરેખર, યુવરાજ અને રોહિત આ વાતચીતમાં ચહલના ટિકટૉક વીડિયોનો મજાક બનાવી રહ્યા હતા, હવે સોશ્યલ મીડિયા પર યુવરાજનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, અને ટ્વીટર પર લોકો તેને માફી માગવા માટે કહી રહ્યાં છે.
નોંધનીય છે કે, યુવરાજ સિંહે 10 જૂન 2019ના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લઇ લીધો હતો. યુવીએ ભારત માટે વર્ષ 2007 અને વર્ષ 2011ના વર્લ્ડકપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજના નામે આંતરરાષ્ટ્રીય કેરિયરમાં 10000થી વધુ રન નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement