શોધખોળ કરો
મુંબઇના ખેલાડી પોલાર્ડે આઇપીએલની ફાઇનલ મેચને કોની સાથે સરખાવી, ને શું કરવા કહ્યું, જાણો વિગતે
આજની મેચને લઇને મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડી કીરોનો પોલાર્ડે આઇપીએલ ફાઇનલને આઇસીસીની કોઇ ફાઇનલ મેચ બાદ સૌથી મોટી મેચ ગણાવી છે
![મુંબઇના ખેલાડી પોલાર્ડે આઇપીએલની ફાઇનલ મેચને કોની સાથે સરખાવી, ને શું કરવા કહ્યું, જાણો વિગતે pollard says pressure of this game is very high in ipl final મુંબઇના ખેલાડી પોલાર્ડે આઇપીએલની ફાઇનલ મેચને કોની સાથે સરખાવી, ને શું કરવા કહ્યું, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/10203735/Match-110.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ચેમ્પિયન બનવા માટે ફાઇનલ મેચ રમાશે, દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમો આમને સામને રહેશે. આજની મેચને લઇને મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડી કીરોનો પોલાર્ડે આઇપીએલ ફાઇનલને આઇસીસીની કોઇ ફાઇનલ મેચ બાદ સૌથી મોટી મેચ ગણાવી છે.
પોલાર્ડ ચાર વખત આઇપીએલ જીતનારી આઇપીએલ ટીમનો ભાગ બની ચૂક્યો છે. પોલાર્ડે કહ્યું- આ ગેમનુ નામ જ પ્રેશર છે, દરેકના ઉપર દબાણ રહે છે. તમે કોઇ ભૂલ નથી કરવા માંગતા અને જીત જ મેળવવા માંગો છો. પરંતુ છેવટે ફાઇનલ મેચને પણ એક નોર્મલ મેચની જેમ જ લેવાની જરૂર છે. તમારે મેદાન પર જઇને માત્ર રમતની જ મજા લેવી જોઇએ.
જોકે આ વખતે ફાઇનલમાં મેદાન પર દર્શકોનો શોરબકોર જોવા નહીં મળે, પરંતુ તેમ છતાં તમામ ખેલાડી પર ફાઇનલનુ દબાણ તો હોય જ છે. ઉલ્લેખનીય છે કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ચાર વાર ફાઇનલમાં જીત મેળવી ચૂકી છે, જ્યારે દિલ્હી કેપટિલ્સ પહેલીવાર ફાઇનલ રમી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)