રોહિત શર્માને આરામ આપવા મુદ્દે ઉઠી રહેલા પ્રશ્નો અંગે કોચ દ્રવિડે મૌન તોડ્યું, આપ્યો આ જવાબ
ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝ 9 જૂનથી શરુ થવા જઈ રહી છે.
India Vs South Africa: ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝ 9 જૂનથી શરુ થવા જઈ રહી છે. આ શ્રેણીમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા, સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. જો કે રોહિત શર્મા ના રમવાને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે રોહિત શર્મા ના રમવા પર મૌન તોડ્યું છે.
ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મંગળવારે કહ્યું કે, દરેક ખેલાડી પાસેથી તે કોઈપણ સમયે ઉપલબ્ધ રહે તેવી અપેક્ષા રાખવી અયોગ્ય રહેશે. દ્રવિડે કહ્યું, "રોહિત શર્મા દરેક ફોર્મેટમાં અમારો ખેલાડી છે. કોઈપણ ખેલાડી પાસે હંમેશા ઉપલબ્ધ રહે તેવી અપેક્ષા રાખવી ખોટી હશે. કેટલીકવાર અમારે અમારા મોટા ખેલાડીઓને આરામ આપવો પડે છે."
રાહુલ દ્રવિડે એ પણ સ્પષ્ટ કર્યું કે તે રેકોર્ડ્સ વિશે વધારે વિચારતો નથી. ટીમ ઈન્ડિયાના કોચે કહ્યું, “હું એવો વ્યક્તિ નથી જે રેકોર્ડ વિશે વધારે વિચારે છે. જો અમે સારું રમીશું તો જીતીશું. જો અમે સારું નહીં રમીએ તો હાર અમારો ભાગ હશે. પરંતુ અમે આગળ વધવાનું ચાલુ રાખીશું.
બુમરાહને પણ આરામ આપવામાં આવ્યોઃ
જણાવી દઈએ કે આઈપીએલ બાદ ખેલાડીઓના વર્કલોડને મેનેજ કરવા માટે BCCIએ કેપ્ટન રોહિત શર્મા, સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાંથી આરામ આપ્યો છે.
રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કમાન કેએલ રાહુલના હાથમાં છે. આ સાથે પસંદગીકારોએ ઋષભ પંતને મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપી છે. આ બંને ખેલાડીઓને ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ