શોધખોળ કરો
Advertisement
IPL 2020: રાજસ્થાનની ટીમને મોટો ફટકો, એકસાથે ત્રણ મોટા ખેલાડીઓ થયા ચેન્નાઇ સામેની મેચમાંથી બહાર
રિપોર્ટ પ્રમાણે ત્રણ મોટા ખેલાડીઓ ટીમમાંથી બહાર છે, જેમાં કેપ્ટન સ્ટીવ સ્મિથ, ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ અને વિકેટકીપર જૉસ બટલર સામેલ છે. આ ત્રણેય મેચ વિનર ખેલાડીઓ છે
નવી દિલ્હીઃ આઇપીએલની શરૂઆત થઇ ચૂકી છે, બે મેચો રમાઇ ચૂકી છે. હવે આગામી મેચોને લઇને ફેન્સ એને મેનેજમેન્ટની નજર ખેલાડીઓ પર છે. આ બધાની વચ્ચે રાજસ્થાન રૉયલ્સ ટીમનો મોટો ફટકો લાગ્યો છે, રિપોર્ટ પ્રમાણે ત્રણ મોટા ખેલાડીઓ ટીમમાંથી બહાર છે, જેમાં કેપ્ટન સ્ટીવ સ્મિથ, ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ અને વિકેટકીપર જૉસ બટલર સામેલ છે. આ ત્રણેય મેચ વિનર ખેલાડીઓ છે, અને રાજસ્થાનની પહેલી મેચ 22 સપ્ટેમ્બરે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમાવવાની છે.
રાજસ્થાન રૉયલ્સના સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કર્યો. વીડિયોમાં બટલરે કહ્યું કે, હું ક્વૉરન્ટાઇનમાં છુ, કમનસીબે હુ રાજસ્થાન માટે મેચ નથી રમી શકવાનો. હું મારા પરિવાર સાથે છું, આ આનંદની વાત છે કે રૉયલ્સે મારા પરિવારને અહીં લાવવા દીધો છે, આ મોટી મદદ છે.
રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન માન્ચેસ્ટરમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો છે. જેના કારણે તે આઇપીએલની શરૂઆતી મેચો માટે ઉપલબ્ધ નથી.
વળી, સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સે પણ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધની મેચમાં ભાગ નથી લીધો, હાલ સ્ટૉક્સ પોતાના પિતાની સાથે ન્યૂઝીલેન્ડમાં છે. તેના પિતાને બ્રેન કેન્સર થયુ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion