શોધખોળ કરો

Ranji Trophy 2022-23: સચિન તેંડુલકરનું સપનું સાકાર, દિકરા અર્જૂને ગોવા માટે રણજીમાં ડેબ્યૂ કર્યું

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર માટે આજનો દિવસ દિવાળીથી ઓછો નથી. લાંબા સમયથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણની રાહ જોઈ રહેલા તેમના પુત્ર અર્જુન તેંડુલકરે આજે રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું.

Arjun Tendulkar Ranji Trophy Debut: પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર માટે આજનો દિવસ દિવાળીથી ઓછો નથી. લાંબા સમયથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણની રાહ જોઈ રહેલા તેમના પુત્ર અર્જુન તેંડુલકરે આજે રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું. પુત્રનું રણજી ડેબ્યુ જોઈને પિતા સચિનનું સપનું પણ સાકાર થયું. અર્જુનને આજે રાજસ્થાન સામે ગોવાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ ગોવા ક્રિકેટ એસોસિએશન એકેડમી મેદાન પર રમાઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં અર્જુન તેંડુલકર મહારાષ્ટ્ર છોડીને ગોવાની ટીમ સાથે જોડાયો હતો.

મુંબઈ ક્રિકેટ એસોસિએશને રાજ્ય બદલવા માટે અર્જુન તેંડુલકરને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું હતું. આ અંગે ગોવા ક્રિકેટ એસોસિએશનના સચિન વિપુલ ફડકેએ કહ્યું કે, અર્જુન તેંડુલકર આગામી સિઝનમાં ગોવા તરફથી રમવા માંગતો હતો. આ માટે તેણે સંપર્ક કર્યો અમે તેમને કહ્યું કે પહેલા એમસીએ તરફથી એનઓસી આપો જે મને આજે મળ્યું છે. આગળ અમે તેમની કુશળતા અને ફિટનેસની ચકાસણી કરીશું. અર્જુન માટે આજનો દિવસ હંમેશા યાદગાર બની રહેશે.

રાજસ્થાને ફિલ્ડીંગ પસંદ કરી

ગોવા ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં રમાઈ રહેલી આ મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ગોવાની શરૂઆત સારી રહી ન હતી અને પહેલી વિકેટ 32 રન પર પડી હતી. ઓપનર સુમિરન અમોનકર 9 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ અમોઘ દેસાઈ 27 રન બનાવીને આગળ વધ્યો હતો. સિદ્ધેશ લાડ 17 અને એકનાથ કેરકરે 3 રન બનાવ્યા હતા. તે જ સમયે સ્નેહલ કૌથુંકરે 59 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંતે ગોવાએ 5 વિકેટે 210 રન બનાવ્યા હતા. સુયશ પ્રભુદેસાઈ 81 અને અર્જુન તેંડુલકર 4 રને અણનમ છે. રાજસ્થાન તરફથી અનિકેત ચૌધરીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.   

અર્જુન પિતાની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સનો એક ભાગ છે

બીજી તરફ 23 વર્ષનો અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર છે અને બેટિંગ પણ કરી શકે છે. ઘણી વખત તેણે પોતાની બોલિંગથી દિગ્ગજોને પણ ચોંકાવી દીધા છે. તે છેલ્લી બે સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે. જો કે, તે હજુ પણ તેની પ્રથમ મેચની રાહ જોઈ રહ્યો છે. સચિન તેંડુલકર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં માત્ર મુંબઈ ઈન્ડિયન્સ માટે જ રમ્યો હતો અને બાદમાં આ ટીમનો મેન્ટર-આઈકન બન્યો હતો.

 

ટોપ સ્ટોરી

149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Embed widget